<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

સુરત GIDCમાં પૂરના પાણી ઓસરવા લાગ્યા :મોટા બોરસરા ગામમાં ફેકટરીઓમાં કરોડોનું નુકસાન

પાણી ઓસર્યા પછી પણ મશીનો શરૂ ન થઈ શકતા કંપની સંચાલકોની મૂડી પાણીમાં ગરકાવ થવાથી કરોડો રૂપિયાનું નુકસાન જવાની ભીતિ

સુરતની GIDCમાં પૂરના પાણી ઓસરી ગયા બાદ હવે સ્થાનિક ઉદ્યોગો અને કંપની સંચાલકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. મોટા બોરસરા ગામની ફેક્ટરીઓમાં પૂરના પાણી ભરાઈ જવાના કારણે ત્યાં રહેલી કરોડો રૂપિયાની કિંમતી મશીનરીઓ પાણીમાં ડૂબી ગઈ છે. પાણી ઓસર્યા પછી પણ મશીનો શરૂ ન થઈ શકતા કંપની સંચાલકોની મૂડી પાણીમાં ગરકાવ થવાથી કરોડો રૂપિયાનું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. આ વિકટ પરિસ્થિતિમાં ઉદ્યોગકારો દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસે ઝડપી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી જોરદાર માંગ કરવામાં આવી છે.

(8:59 PM IST)