News of Tuesday, 8th September 2026
અમદાવાદમાં ફૂડ વિભાગની વટવા, વેજલપુર અને ચાંદલોડિયામાં મોટી કાર્યવાહી :કુલ 3 એકમ સીલ
સમગ્ર કાર્યવાહીમાં રૂ.9.22 લાખની કિંમતનો કુલ 3,806 કિલો ખાદ્ય જથ્થો વેચાણથી અટકાવાયો

અમદાવાદમાં તહેવારોના સમયગાળા વચ્ચે AMCના ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થો સામે મોટી કાર્યવાહી કરી છે. માધુપુરાના મહાવીર ઘી ભંડારમાંથી 1,140 કિલો ઘીનો જથ્થો સ્થગિત કરાયો છે, જ્યારે રામસન્સ અને નોવા ઘીના સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. વટવા, વેજલપુર અને ચાંદલોડિયામાં કાર્યવાહી કરીને કુલ 3 એકમ સીલ કરવામાં આવ્યા છે.
વટવાના એમ.એમ. ફૂડ પ્રોડક્ટ્સમાંથી લાઇસન્સ વગર અને અસ્વચ્છ સ્થિતિમાં ઉત્પાદિત 2,516 કિલો સોસ, ચટણી અને કોર્ન ફ્લોરનો જથ્થો અટકાવાયો છે. વેજલપુરના શ્રી માતેશ્વરી ચવાણા એન્ડ સ્વીટ માર્ટમાં નમકીનમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ સામે આવતા 150 કિલો નમકીન જપ્ત કરાયું છે. ચાંદલોડિયાના ગુજરાત ફ્રાય સેન્ટર સામે પણ લાઇસન્સ વગર અને અસ્વચ્છ સ્થિતિમાં ખાદ્ય વ્યવસાય કરવા બદલ કાર્યવાહી કરાઈ છે. સમગ્ર કાર્યવાહીમાં કુલ 3,806 કિલો ખાદ્ય જથ્થો વેચાણથી અટકાવવામાં આવ્યો છે, જેની કિંમત રૂ.9.22 લાખ હોવાનું સામે આવ્યું છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
