<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનવાના એંધાણઃ ગુજરાતમાં છ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

અમદાવાદ, તા. ૨૯ : બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા નજીક નવું લો પ્રેશર રચાવાની સંભાવના વચ્ચે દેશના અનેક ભાગોમાં વરસાદનો દોર ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં આગામી છથી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા અન્ય વિસ્તારો કરતાં વધુ છે. 

જોકે ગુજરાત માટે હાલ સત્તાવાર રીતે ભારે વરસાદની કોઈ અલગ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. 

બીજી તરફ ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાત માટે હાલની આગાહી ચોથી સપ્ટેમ્બર સુધી અમલમાં છે. 

 

(9:36 AM IST)