News of Sunday, 10th May 2026
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને શ્રી ખોડલધામ-કાગવડના ઝોન અધ્યક્ષ બાવકુભાઈ ઉંધાડનો જન્મદિવસ

રાજકોટ તા.૧૦
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી, બાબરા વડીયા કુકાવાવ ના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લાના ભાજપના નેતા અને ખોડલધામ કાગવડના ઝોન અધ્યક્ષ બાવકુભાઈ ઉંધાડનો આજે જન્મદિવસ છે. બાવકુભાઈ ઉંધાડનો જન્મદિવસ સેવાકાર્યો અને શુભેચ્છાઓ સાથે ઉજવવામાં આવ્યો હતો.
બાવકુભાઈ ઉંધાડના જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ સોશિયલ મીડિયા પર શુભેચ્છા સંદેશાઓનો ધોધ વહ્યો હતો. કાર્યકરો, શુભેચ્છકો અને સામાજિક આગેવાનોએ હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યા છે. બાવકુભાઈ ઉંધાડના નેતૃત્વ, સેવાભાવ અને સાદગીએ હજારો લોકોને પ્રેરણા આપી છે.
બાવકુભાઈ ઉંધાડ લાંબા સમયથી ખોડલધામ કાગવડ સંસ્થા સાથે જોડાયેલા છે અને હાલ ઝોન અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. લેઉવા પટેલ સમાજ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તેઓ લોકપ્રિય નેતા તરીકે જાણીતા છે. મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
જન્મદિવસ નિમિત્તે સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
