News of Monday, 20th July 2026
૫ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે સેવા આપનાર પૂર્વ મંત્રી ભરતભાઈ બારોટ પર ચોમેરથી વર્ષી રહી છે શુભેચ્છાવર્ષા
સંઘના સ્વયંસેવકથી સફર શરૂ કરી વિવિધ મંત્રીમંડળોમાં પ્રજાલક્ષી પ્રદાન કરનાર અને ૧૯૯૦ થી સતત વૃક્ષારોપણ પ્રવૃત્તિ સાથે જોડાયેલા પીઢ ભાજપ નેતાનો આજે જન્મદિન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: અમદાવાદની દરિયાપુર-કાજીપુર બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી ભરતકુમાર ચિમનલાલ બારોટ (ભરતભાઈ બારોટ) નો આજે ૨૦ જુલાઈના રોજ જન્મદિવસ છે, જેને લઈને કાર્યકરો અને સ્નેહીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાહીબાગ ખાતે રહેતા અને બી.એસ.સી., એલ.એલ.બી.ની લાયકાત ધરાવતા ભરતભાઈ બારોટ ૧૯૯૦ થી સતત પર્યાવરણ રક્ષા કાજે વૃક્ષારોપણ પ્રવૃત્તિ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ૫ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે સેવા આપનાર પૂર્વ મંત્રી ભરતભાઈ બારોટ પર (મો.નં. 9825050328) ચોમેરથી વર્ષી રહી છે શુભેચ્છાવર્ષા
તેમણે ૧૯૬૨ માં આરએસએસ (RSS) ના સ્વયંસેવક તરીકે જાહેર જીવનની શરૂઆત કરી હતી. ૧૯૬૮ થી જનસંઘના નારણપુરા વોર્ડના મંત્રી અને શહેર કારોબારી સભ્ય રહ્યા બાદ, ૧૯૭૭ માં જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્ય અને ૧૯૮૦ થી પ્રદેશ મંત્રી તરીકે સંગઠન મજબૂત કર્યું હતું. ૧૯૮૫ થી ૧૯૯૦ દરમિયાન તેઓ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ અને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ પણ રહ્યા હતા.
વર્ષ ૧૯૯૦ થી ૨૦૧૨ સુધી સતત ૫ ટર્મ સુધી ધારાસભ્ય રહેલા ભરતભાઈ બારોટે ૧૯૯૧ માં ભાજપ પક્ષના દંડક અને ૧૯૯૫ તેમજ ૧૯૯૮ માં સત્તાધારી પક્ષના મુખ્ય દંડક તરીકે સંસદીય કાર્યપ્રણાલીમાં મોટું યોગદાન આપ્યું હતું. તેઓ વિવિધ મંત્રીમંડળોમાં સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ (૧૯૯૬), ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ (૧૯૯૯), અન્ન-નાગરિક પુરવઠો (૨૦૦૧) અને ગ્રામ વિકાસ-પંચાયત વિભાગ (૨૦૦૭) ના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પ્રજાલક્ષી સેવાઓ આપી ચૂક્યા છે. હાલ તેઓ પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય, ગુજરાત રોજગાર અધિકાર સંઘના પ્રમુખ અને વિવેકાનંદ યુવા સંઘના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત છે.
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
