News of Monday, 29th June 2026
પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે, નિવૃતિ અંગે કરી સ્પષ્ટતા કહ્યું- હું કોંગ્રેસમાં છું અને કોંગ્રસમાં રહીશ, કોંગ્રેસમાં નિષ્ક્રિય નહીં થાઉ
સ્પષ્ટતા કહ્યું સમાજની નવી પેઢી- કેડર તૈયાર કરવા નિવેદન કર્યું હતું. અમે એક ડગલું પાછળ રહી તેમને આગળ કરીશું એમ કહ્યું હતું. રાજકારણમાંથી નિવૃતિ અંગેની વાત પાયાવિહોણી છે

અમદાવાદ : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે, નિવૃતિ અંગે કરી સ્પષ્ટતા કહ્યું સમાજની નવી પેઢી- કેડર તૈયાર કરવા નિવેદન કર્યું હતું. અમે એક ડગલું પાછળ રહી તેમનેઆગળ કરીશું એમ કહ્યું હતું. રાજકારણમાંથી નિવૃતિ અંગેની વાત પાયાવિહોણી છે. જીવીશ ત્યાં સુધી કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરીશ. હું કોંગ્રેસમાં છું અને કોંગ્રસમાં રહીશ, કોંગ્રેસમાં નિષ્ક્રિય નહીં થાઉ. જરૂર પડે તો સલાહકાર બનીને પણ અમે કોંગ્રેસ ને આગળ લાવીશું.
ગઈકાલે કડી મુકામે સમાજનો 10 ધોરણમાં ઉતિર્ણ વિદ્યાર્થીઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો. નિવેદન એવું હતું કે સમાજ શિક્ષિત અને સંગઠિત બને દીકરા-દીકરીઓ અને યુવાનો આગળ વધે. સમાજમાં બીજી પેઢી અને કેડર તૈયાર થયા તે માટે નિવેદન આપ્યું હતું. અમે એક ડગલું પાછળ રહી તેમને આગળ કરીશું એમ કહ્યું હતું.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
