<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

ફોરમ ઓફ સિવિલ પેન્‍શનર્સ એસો. દ્વારા અનેક પડતર પ્રશ્નો અંગે દિલ્‍હીમાં માર્ચ-ધરણા યોજાશે

ગુજરાતમાંથી પર-પ્રતિનિધીઓ ભાગ લેશેઃ મનુભાઇની જાહેરાત

રાજકોટ, તા.૧૮: ગુજરાતભરમાં તાલુકા અને જીલ્લા મથકોએ અને રાજ્‍યના પાટનગર અમદાવાદમાં ઈન્‍કમ ટેક્‍સ ઓફીસ બહાર આશ્રમ રોડ

‘ખાતે ગાંધીજી પ્રતિમાની બાજુમાં  દેખાવો યોજયા  હતા કાર્યક્રમમાં કેન્‍દ્ર સરકાર, રાજ્‍ય સરાકરાણા સરકારને જાહેર સાહસોની પેન્‍શનરો તથા વિવિધ પેન્‍શનર સંગઠનોના આગેવાનો અને સભ્‍યોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી પોતાની માંગણીઓ અંગે સરકારનું ધ્‍યાન દોરવા ધરણાંમાં જોડાયેલ.ધરણાંનો મુખ્‍ય હેતુ પેન્‍શનરોના લાંબા સમયથી પડતર પ્રશ્નો તરફ કેન્‍દ્ર સરકારનું ધ્‍યાન આકર્ષિત કરવાનો હતો.

૧૧ માંગણીઓ સાથે મુખ્‍ય માંગણી

વેલીડેસશન બીલનો વિરોધ અને બીલ પાછું લેવાની માંગણી અને તથા પેન્‍શનરોના હિતોને અસર કરતા કોઈપણ પગલાં અંગે પુનર્વિચાર કરવામાં આવે.દેશના પેન્‍શનરોને ૮મા કેન્‍દ્રીય પગાર પંચની પ્રક્રિયામાં યોગ્‍ય રીતે સમાવિષ્ટ કરવામાં આવે, જેથી પેન્‍શનરોની આર્થિક અને સામાજિક સુરક્ષા જળવાઈ રહે. BSNLના પેન્‍શનરોની પેન્‍શન રિવિઝનની માંગણીનો તાત્‍કાલિક ઉકેલ લાવવામાં આવે. BSNL/MTNL પેન્‍શનરો માટે પેન્‍શન રિવિઝનનો પ્રશ્ન લાંબા સમયથી પડતર છે અને તેના વહેલા નિકાલ માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે. પેન્‍શનરોના પ્રશ્નો અંગે સરકાર અને પેન્‍શનર્સ સંગઠનો વચ્‍ચે થયેલી ચર્ચાઓને ધ્‍યાનમાં રાખીને વ્‍યવહારૂ અને ન્‍યાયસંગત નિર્ણય ઝડપથી લેવામાં આવે.

હજુ સુધી કેન્‍દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય જાહેર કરેલ ન હોય અને અગાઉથી નક્કી કર્યા મુજબ તા.૨૫.૧૧.૨૦૨૬ના દિલ્‍હી ઇસ્‍ટર્ન કોર્ટ જનપથ ખાતે યોજાનાર સંસદ માર્ચ અને ધરણાં માટેના પ્રોગ્રામમાં દેશભરના પેન્‍શનર્સ સાથે ગુજરાતમાંથી પણ ૫૨ જેટલાં પ્રતિનિધિઓ ભાગ લેવાના હોવાનું શ્રીમનુભાઈચનિયારા સર્કલ સેક્રેટરી AIBDPA ગુજરાત સંયોજક FCPA ગુજરાતએ જાહેર કરેલ હતું.

(3:36 PM IST)