<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

સુરતના પાંડેસરામાં રેપિડો રાઇડના બહાને ચાર શખ્સોએ કારચાલકને છરીની અણીએ ધમકાવી રોકડ સહિત કુલ ₹20 હજારની લૂંટ ચલાવી

રોપીઓએ સુરત રેલવે સ્ટેશનથી પાંડેસરા જવા માટે રાઇડ બુક કરાવી હતી: ઓનલાઈન પેમેન્ટ ફેલ થયું હોવાનું બહાનું બનાવી લૂંટનો પ્લાન ઘડ્યો

સુરતના પાંડેસરામાં રેપિડો રાઇડના બહાને કારચાલક સાથે લૂંટની ઘટના સામે આવી છે. ચાર શખ્સોએ કારચાલકને છરીની અણીએ ધમકાવી મોબાઈલ અને રોકડ સહિત કુલ ₹20 હજારની લૂંટ ચલાવી હતી. આરોપીઓએ સુરત રેલવે સ્ટેશનથી પાંડેસરા જવા માટે રાઇડ બુક કરાવી હતી. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ફેલ થયું હોવાનું બહાનું બનાવી લૂંટનો પ્લાન ઘડ્યો હતો. કારચાલકને છરી બતાવી ધમકાવ્યા બાદ ચારેય શખ્સો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ચારેય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(7:39 PM IST)