તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Thursday, 23rd July 2026
રાજ્યમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય :આગામી બે દિવસ ભારે વરસાદની શકયતા : પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં રેડ એલર્ટ જાહેર
અમદાવાદમાં અનરાધાર વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા

અમદાવાદ :રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ત્યારે આગામી 48 કલાક ગુજરાત માટે વધુ મુશ્કેલ બની શકે છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી બે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં એકસાથે ચાર હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી આફત વધુ ગંભીર બનવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન વરસાદનું જોર યથાવત રહેશે. અમદાવાદમાં અનરાધાર વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. એકસાથે ચાર હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં આગામી કલાકો દરમિયાન અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
