<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

ચાર યુવકો બાઇક પર, ચોથો યુવાન ત્રીજાના ખભા પર

 

અમદાવાદ તા.૨૫: અમદાવાદના એલિસબ્રિજ પાસેથી પસાર થઈ રહેલી એક બાઇકનો વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયો છે. ગુજરાતમાં ટૂ-વ્‍હીલર પર ત્રણ સવારી કરવી એ બહુ કોમન છે, પરંતુ આ વિડિયોમાં ચાર યુવાનો બાઇક પર છે. ચોથા ભાઈ તો ત્રીજા સવારના ખભે બેસીને સવારી કરે છે. આ વિડિયો વાઇરલ થતાં એલિસબ્રિજ પોલીસે આ યુવાનો પર કાર્યવાહી કરી હતી અને તેમની સામે ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને પોતાની અને બીજાની લાઇફને જોખમમાં મૂકવાની ફરિયાદ નોંધી હતી.

(3:56 PM IST)