તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Monday, 21st September 2026
સુરતના વેસુ વિસ્તારમાં બ્લિન્કિટ સ્ટોર પરથી મંગાવેલી બ્રેડમાં ફૂગ મળી આવતા હોબાળો થય
સ્ટોર મેનેજર અને સ્ટાફે જવાબદારી લેવાને બદલે એપ પર ફરિયાદ કરવા જણાવ્યું હોવાનો આક્ષેપ:બ્રેડની એક્સપાયરી ડેટ બાકી હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા

સુરતના વેસુ વિસ્તારમાં બ્લિન્કિટ સ્ટોર પરથી મંગાવેલી બ્રેડમાં ફૂગ મળી આવતા હોબાળો થયો છે. ગ્રાહકના જણાવ્યા મુજબ, ડિલિવરી મળ્યાની ગણતરીની મિનિટોમાં પેકેટ ખોલતા બ્રેડ મોટા પ્રમાણમાં સડેલી અને ફૂગવાળી જોવા મળી હતી. બ્રેડ પર ફૂગ દેખાતા ગ્રાહક સ્ટોર પર પહોંચ્યો હતો. જોકે, સ્ટોર મેનેજર અને સ્ટાફે જવાબદારી લેવાને બદલે એપ પર ફરિયાદ કરવા જણાવ્યું હોવાનો આક્ષેપ છે. બ્રેડની એક્સપાયરી ડેટ બાકી હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે. સમગ્ર મામલે ગ્રાહકે ખાદ્ય સામગ્રીની ગુણવત્તા તેમજ ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી કંપનીની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
