News of Monday, 18th May 2026
ગાડકોઇ ગામમાં નશાની હાલતમાં બેફામ ઈકો ગાડી દુકાનમાં ઘૂસાડી દેતા મહિલાને ઇજા

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગાડકોઇ ગામમાં નશાની હાલતમાં ફોર વ્હીલ ગાડી એક દુકાનમાં ઘૂસાડી દેતા મહિલાને ઇજા થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નિરવભાઇ ચંદુભાઇ તડવી (રહે.ગાડકોઇ, કેનાલ ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તા.૧૭/૦૫/૨૦૨૬ દિવસે સવારે ઇક્કો ગાડી રજી.નં.GJ22P3081 ના ચાલક સાહિલભાઇ સંદિપભાઇ તડવી (રહે.આમદલા તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓએ પોતાના કબ્જાની ઇક્કો ગાડી પુરઝડપે કોઇ કેફી પીણાનો નશો કરીને હંકારી લાવી વિજયભાઇ કનુભાઇ તડવી નાઓની દુકાનમા ઘુસાડી ફરીયાદીની માતા હંસાબેન ચંદુભાઇ તડવી નાઓ સાથે એક્સિડન્ટ કરતા તેમને જમણા પગમા ગંભીર ઇજાઓ પહોંચાડી ગુનો કરતા એકતાનગર ટ્રાફીક પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
