<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સંપૂર્ણપણે એલર્ટ :24 કલાક રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડબાય રહેવાના આદેશ

મહાનગરપાલિકા હસ્તકના સેક્ટર-17, સરગાસણ, ભાટ અને રાંધેજા સહિતના ચારેય ફાયર સ્ટેશનો ખાતે કુલ 27 જેટલા અદ્યતન ફાયર ફાઈટિંગ તેમજ રેસ્ક્યુ વાહનો સજ્જ

ગાંધીનગર :દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન શહેરમાં આગ કે અન્ય કોઈપણ આકસ્મિક દુર્ઘટનાને પહોંચી વળવા માટે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સંપૂર્ણપણે એલર્ટ છે. મહાનગરપાલિકા હસ્તકના સેક્ટર-17, સરગાસણ, ભાટ અને રાંધેજા સહિતના ચારેય ફાયર સ્ટેશનો ખાતે કુલ 27 જેટલા અદ્યતન ફાયર ફાઈટિંગ તેમજ રેસ્ક્યુ વાહનો સજ્જ રાખવામાં આવ્યા છે. આ વિશેષ કાફલામાં મોટા વોટર બાઉઝર, ફોમ ટેન્ડર અને અત્યાધુનિક રેસ્ક્યુ ટેન્ડરની સાથે ગીચ કે સાંકડા માર્ગો પર ઝડપથી પ્રવેશી શકે તેવા નાના ફાયર ટેન્ડરનો પણ સમાવેશ કરાયો છે. તહેવારો દરમિયાન તત્કાલિક સેવાઓ મળી રહે તે માટે તમામ અધિકારીઓ અને ફાયર જવાનોને આગામી 11 નવેમ્બર સુધી 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડબાય રહેવાના આદેશ અપાયા છે.

(1:44 PM IST)