<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

અંકલેશ્વરમાં રીક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગ ઝડપાઈ: મહિલાના ગળામાંથી 2 લાખની ચેન સેરવનાર ત્રણની ધરપકડ

રીક્ષામાં મુસાફરી કરતા લોકો માટે ચેતવણીરૂપ આ કિસ્સામાં પોલીસે ગુનામાં વપરાયેલી રીક્ષા કબજે કરી

 

ભરૂચની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ ગેંગે એક મહિલા મુસાફરને વિશ્વાસમાં લઈ રીક્ષામાં બેસાડ્યા બાદ નજર ચૂકવી તેમના ગળામાંથી રૂપિયા 2 લાખની સોનાની ચેનની લૂંટ ચલાવી હતી. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી બે મહિલાઓ અને રીક્ષા ચાલક સહિત કુલ ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે. રીક્ષામાં મુસાફરી કરતા લોકો માટે ચેતવણીરૂપ આ કિસ્સામાં પોલીસે ગુનામાં વપરાયેલી રીક્ષા કબજે કરી છે અને આ ટોળકીએ અગાઉ અન્ય કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે તે દિશામાં રિમાન્ડ મેળવી વધુ તપાસ તેજ કરી છે.

 

(1:12 AM IST)