<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

અમદાવાદમાં AI વીડિયો બનાવી KYC અને બેંક ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ:ચાર આરોપીઓની ધરપકડ

AI જનરેટેડ વીડિયો અને સરકારી ઓળખપત્રોના દુરુપયોગ દ્વારા નિર્દોષ નાગરિકોના નામે બેંક ખાતા ખોલાવી છેતરપિંડી આચરતી

અમદાવાદ :શહેરમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે AI જનરેટેડ વીડિયો અને સરકારી ઓળખપત્રોના દુરુપયોગ દ્વારા નિર્દોષ નાગરિકોના નામે બેંક ખાતા ખોલાવી છેતરપિંડી આચરતી હતી.પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી છે,જેઓ અગાઉ પણ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.

આ આરોપીઓ અત્યંત ચાલાકીથી છેતરપિંડીને અંજામ આપતા હતા.તેઓ CHC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) પરથી UCL (યુનિવર્સલ ક્લાયન્ટ લીવ) કીટનો ગેરકાયદેસર ઉપયોગ કરતા હતા. આ કીટની મદદથી તેઓ નાગરિકોના સરકારી ઓળખપત્રો સાથે જોડાયેલા મોબાઈલ નંબર બદલી નાંખતા હતા.જ્યારે બેંક ખાતું ખોલાવવા કે અન્ય કોઈ પ્રક્રિયા માટે ફિઝિકલ વેરિફિકેશનની જરૂર પડતી,ત્યારે આ આરોપીઓ AI પ્લેટફોર્મનો સહારો લેતા હતા. તેઓ AI દ્વારા જે-તે વ્યક્તિનો એવો વીડિયો બનાવતા કે જે અદ્દલ સાચો લાગે, અને તેના દ્વારા ઓનલાઇન વેરિફિકેશન પૂર્ણ કરી દેતા હતા

આરોપીઓ માત્ર નંબર બદલીને અટકતા નહોતા, પરંતુ તેઓ નાગરિકોના ડીજી લોકર (DigiLocker)નો એક્સેસ મેળવી લેતા હતા.આ એક્સેસ દ્વારા તેઓ સરળતાથી KYC (Know Your Customer)વેરિફિકેશન કરી લેતા અને કોઈપણ વ્યક્તિની જાણ બહાર તેના નામે બેંક ખાતા ખોલાવી દેતા હતા.આ ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને ઠગાઈ માટે કરવામાં આવતો હતો.

 

(8:56 PM IST)