<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ગંજી, કાળી માટી અને ચીકણવાસ, દિવેલ, પા, ડોન, ગુંદી, લાડવા, ચૂડેલ, મલાઈ, ભાખરી, ભીંડી...

ગુજરાતના આ ગામોના નામ એટલા વિચિત્ર છે કે જાણીને નવાઈ લાગશે : ગુજરાતના ગામોના નામોમાં અનેક વિશેષતા છેઃ કેટલાંક ગામો પશુઓ, ખોરાક, વ્‍યવસાય અને ભગવાનના નામ પરથી છે

નવી દિલ્‍હી,તા.૧૪: ગુજરાતમાં ૧૮,૨૨૫ ગામો છે. દરેક ગામના વિશેષ નામ છે, કેટલાંક ગામોના નામ અલગ છે, વિશેષ છે અને ચોંકવનારા છે. ગુજરાતના ગામોના નામોમાં અનેક વિશેષતા છે. કેટલાંક ગામો પશુઓ, ખોરાક, વ્‍યવસાય અને ભગવાનના નામ પરથી છે. તો કેટલાંક ગામોના નામ ગુજરાતીઓ સહિત અન્‍યો માટે આヘર્ય જન્‍માનારા છે. ગુજરાતના આવા વિશેષ અને વિશિષ્ઠ નામો ધરાવતા ગામો અંગે જાણીએ..

જો તમે નવા ગામની વાત કરો તો ક્‍યાંનુ નવાગામ એની સ્‍પષ્ટતા કરી લેવી. જો તમે રામપુરા જવાના છો તો નક્કી કરો કે કયા જિલ્‍લાના રામપુરા ગામ જવાનું છે. જો તમે વાવડી, કોટડા કે વાસણા ગામ જવાના હોય તો ખાતરી કરી લેજો એ ગામ ક્‍યા જિલ્‍લામાં આવેલું છે. કેમ ? જવાબ સીધો છે, કે રાજ્‍યમાં કુલ ૫૫ ગામોના નામ નવાગામ છે. રાજ્‍યમાં ૩૯ ગામોના નામ રામપુરા છે, ૩૫ ગામના નામ કોટડા, ૨૯ ગામના નામ વાવડી અને ૨૮ ગામના નામ પીપળીયા છે. રાજ્‍યમાં ૨૧ લાલપુર, ૧૯ રતનપુર અને ૨૨ હડમતિયા નામે ગામ છે. રાજ્‍યના કુલ ૩૪ જિલ્‍લામાં આવેલા ૧૮,૨૨૫ ગામોની એક અલાયદી ઓળખ તેના વિશેષ નામો સાથે રહી છે. પહેલા સાવ સામાન્‍ય પ્રક્રિયાતી વસેલી વસાહત ગામમાં રુપાંતરીત થઈ અને હવે એ મહેસુલી ગામ તરીકે ઓળખાઈ ત્‍યારથી ગામના નામ, તેના ગામવાસી, જ્ઞાતિ સમૂહના વસવાટ અને સ્‍થાનિક સંસ્‍કારોથી જાણીતા બન્‍યા છે. એવું કહેવાય છે કે, ગામનું નામ જ ગામ અને ગામવાસીઓની ઓળખ બની છે.

ગુજરાતના ગામોના નામની વિશેષતામાં સ્‍થાનિક વ્‍યવસાય, પ્રાણીઓ અને જંતુઓના નામનો ઉપયોગ કરાયો છે. તાંબા-પિત્તળના વાસણ બનાવનાર કંસારા ઉપરથી કંસારાવીડ (તા. અમીરગઢ, જિ - બનાસકાંઠા) અને કંસારી (તા. ખંભાત, જિ - આણંદ), માટીના વાસણો બનાવનાર કુંભાર વ્‍યવસાયિકથી કુંભારિયા અને કુંભારવાડા , (તા. દાતા અને જિ. બનાસકાંઠા) નામે ગામ છે. જ્‍યારે સુથાર વ્‍યવસાયિકો પરથી સુથારવાડા ગામ અને સોનીપુર અને સોનારિયા ગામ રાજ્‍યના કેટલાક જિલ્‍લામાં જોવા મળે છે. ખેડા અને ખેડબ્રહ્મા ગામના નામ ખેતીની વ્‍યવસાયને સાંકળીને પડ્‍યા છે. બારોટ પરંપરાને જાળવનાર બારોટ સમાજના નામથી ભાટ અને બારોટવાડા ગામ અમદાવાદ જિલ્‍લામાં છે. ચમારડી અને મોચીવાડા ગામ અમરેલી જિલ્‍લાના બાબરા તાલુકામાં છે. તો ગાયોના ગોપાલક ઉપરથી ગોવાળિયા અને ગોપાલપુરા ગામ પણ રાજ્‍યમાં વિવિધ જિલ્‍લામાં જોવા મળે છે.

ગુજરાતમાં વિવિધ ખાદ્ય વાનગી આધારિત ગામો નામ મળે છે, જે અચરત જન્‍માવે છે. અમદાવાદ જિલ્‍લાના દસ્‍ક્રોઈ તાલુકાનું ભાત ગામ છે. સાબરકાંઠા જિલ્‍લાના ખેડબ્રહ્મા તાલુકાનું તુવેર ગામ, સુરેન્‍દ્રનગર જિલ્‍લાના વઢવાણ તાલુકાનું રઈ ગામ, લખતર તાલુકાનું કારેલા ગામ છે. નર્મદા જિલ્‍લાના ડેડિયાપાડા તાલુકામાં લાડવા ગામ છે. સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં સાકર, ભુજ તાલુકામાં ઢોંસા ગામ, મોરબી જિલ્‍લાના ટાંકારા તાલુકામાં ખાખરા ગામ, છોટાઉદેપુર જિલ્‍લામાં ગાંઠીયા ગામ, ખેડાના ઠાસરા તાલુકામાં મલાઈ નામે ગામ છે. ભાવનગર જિલ્‍લામાં મહુવા તાલુકામાં ગોરસ ગામ છે. વાવ-થરાદ જિલ્‍લાના વાવ તાલુકામાં ભાખરી નામે ગામ છે. આણંદ જિલ્‍લાના બોરસદ તાલુકામાં દિવેલ નામે ગામ છે.

રાજ્‍યમાં સર્વત્ર થતા ખાખરાના વૃક્ષ ઉપરથી ખાખપા અને અને ખાખરાળા ગામના નામ છે. અમરેલી જિલ્‍લાના ઘારી તાલુકામાં જીરા નામે ગામ હયાત છે. દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના ખંભાળિયા તાલુકામાં ભીંડી નામે ગામ છે. રાજ્‍યમાં શેરડી નામથી બે ગામ છે, જેમાં એક જૂનાગઢ જિલ્‍લાના માણાવદર અને બીજુ ગામ માંડવી તાલુકામાં છે. છોટાઉદેપુર જિલ્‍લાના પાવી જેતપુર ખાતે કાંદા નામે ગામ છે. રાજ્‍યના વિવિધ જિલ્‍લામાં જાંબુડી નામથી કુલ નવ ગામો છે, બોરડી નામના નવ, આંબલી નામના સાત ગામ, ગુંદી નામથી પાંચ, પીપરડી નામના કુલ ચાર ગામ, બાવળા નામે નગર અને તાલુકો છે. રાજ્‍યમાં થોળ નામે એક ગામ, અમદાવાદ નજીક છે. ખજુરી નામના કુલ ત્રણ ગામ છે, વડલા નામે ત્રણ ગામ છે. મોગરા નામથી બે ગામ, કેતકી નામથી એક ગામ અને વડ નામે ચાર ગામ હયાત છે.

રાજ્‍યમાં રમૂજ પમાડે એવા અનેક ગામો છે. છોટાઉદેપુર જિલ્‍લાના જેતપુર પાવી તાલુકામાં ચૂડેલ નામથી ગામ છે. જે મૂળભુત રીતે ચૂડીના વેપારના કારણે નામ પડ્‍યુ હતુ. મહિસાગર જિલ્‍લામાં કાકાના ચામરિયા નામે ગામ છે, તો સાબરકાંઠા જિલ્‍લાના ખેડબ્રホમા તાલુકામાં મામાના પીપળા નામે ગામ છે. બનાસકાંઠા જિલ્‍લાના અમીરગઢ તાલુકામાં ગંજી, કાળી માટી અને ચીકણવાસ નામે ગામ છે. કચ્‍છ જિલ્‍લાના માંડવી તાલુકામાં ડોન નામે અને અબડાસા તાલુકામાં દર્દવાંઢ અને ભૌ નામે ગામ છે. અમરેલી જિલ્‍લામાં કેરાળા, બાબરા તાલુકામાં ઉંટવડ નામે ગામ છે. વિશ્વના વિવિધ દેશોના નામે પણ ગુજરાતમાં ગામોના નામ જોવા મળે છે. ડાંગ જિલ્‍લામાં ઘાના, દાહોદ જિલ્‍લાના લીમખેડા તાલુકામાં સિગાપુર અને અરવલ્‍લી જિલ્‍લામાં વોલ્‍ગા નામે ગામ છે. ગુજરાતમાં એક અક્ષર ધરાવતા કુલ ચાર ગામો છે. ભાવનગર જિલ્‍લાના ગારીયાધાર તાલુકામાં પા નામે ગામ છે. કચ્‍છ જિલ્‍લાના અબડાસા તાલુકામાં પે, ભચાઉ તાલુકામાં મૈ અને દાહોદના ગરબાડા તાલુકામાં ભે નામે ગામો હયાત છે. ગુજરાતમાં દરેક ગામ પોતાની વિશેષતા ધરાવે છે. નામ કોઈ પણ હોય, પણ ગામ ભારતીય સંસ્‍કૃતિ અને સંસ્‍કારને ધબકતા રાખે છે. શું તમારા ગામનું નામ પણ અહી પ્રસ્‍તુત કરેલ ગામોના નામ જેવું આગવું છે ?(

(10:06 AM IST)