News of Saturday, 25th July 2026
ગાંધીનગરમાં જેન ઝેડ યુવાઓનું આંદોલનઃ ગુજરાત સરકાર સાબદી બનીઃ હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની ચીમકી છતાં નેતાવિહીન સત્યાગ્રહ ઉપર સૌની નજર

રાજકોટઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે યુવા પેઢી એટલે કે જેન ઝેડ દ્વારા એક વિશાળ આંદોલનનું રણશિગું ફૂંકવામાં આવ્યું છે. આ આંદોલન કોઈ પણ રાજકીય પક્ષ કે નેતાના નેતૃત્વ વિના માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વયંભૂ રીતે ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યભરના અનેક યુવાનો તેમાં જોડાઈ રહ્યા હોવાથી ગુજરાત સરકાર ભારે ચિતામાં મુકાઈ ગઈ છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમો દ્વારા યુવા પ્રદર્શનકારીઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. શાસક પક્ષ ભાજપને ડર છે કે આ સ્વયંભૂ જનઆંદોલનને કારણે તેમની વર્ષો જૂની અને મજબૂત પરંપરાગત વોટબેંકમાં મોટું ગાબડું પડી શકે છે. આંદોલનને દબાવી દેવા માટે પ્રશાસન દ્વારા યુવાનોને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવા સુધીની ગર્ભિત ધમકીઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા છે. આમ છતાં યુવાનોનો જુસ્સો અકબંધ છે અને તેઓ પોતાના હકો માટે આરપારની લડાઈ લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
