News of Tuesday, 30th June 2026
ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરાત પર ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યા સવાલ: કહ્યું- સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોને વીજ કનેકશનનો છે.
બનાસકાંઠા અને વાવ થરાદના ખેડૂતોની પ્રથમ માગ વીજ કનેક્શનની છે. એક-દોઢ વર્ષથી ખેડૂતોને વીજ કનેક્શન મળ્યા નથી.

ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરાત પર સંસદસભ્ય ગેનીબેન ઠાકોરે ગંભીર સવાલ ઉઠાવ્યા છે, તેમણે કહ્યુ અત્યારે સૌથી મોટો પ્રશ્ન ખેડૂતો માટે વીજ કનેકશનનો છે. બનાસકાંઠા અને વાવ થરાદના ખેડૂતોની પ્રથમ માગ વીજ કનેક્શનની છે. એક-દોઢ વર્ષથી ખેડૂતોને વીજ કનેક્શન મળ્યા નથી. જિલ્લામાં એક વર્ષથી તમામ ખેડૂતોએ એસ્ટીમેન્ટ ભરી દીધા છે. મળતીયાઓ પાસેથી ટપક સિંચાઈના સાધનો પણ ખરીદી લીધા છે. અધિકારીઓએ કમિશન લઈ લીધા, છતાં વીજ કનેક્શન નથી આપ્યા.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
