<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

વિરમગામમાં અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે સોનાના વેપારી સાથે રૂ.62 લાખની ઠગાઈ

પોલીસે મુખ્ય આરોપી વસીમ સિપાઈને કાસમપુરાથી ઝડપી પાડ્યો:આરોપી પાસેથી ₹70 હજાર રોકડા રિકવર કરાયા : અન્ય બે આરોપીઓની શોધખોળ

અમદાવાદ :અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે સોનાના વેપારી સાથે રૂ.62 લાખની ઠગાઈ થયાનો મામલો સામે આવ્યો છે. વેપારીને તાંત્રિક વિધિ કરાવવાના બહાને અલગ-અલગ સમયે મોટી રકમ પડાવી લેવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ મામલે વિરમગામ રૂરલ પોલીસે કાર્યવાહી કરીને મુખ્ય આરોપી વસીમ સિપાઈની ધરપકડ કરી છે.

 

મળતી માહિતી મુજબ, નવેમ્બર 2025માં આરોપીઓએ સોનાના વેપારીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે વેપારીને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી અલગ-અલગ સમયે નાણાં લેવામાં આવ્યા હતા. આ રીતે કુલ રૂ.62 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

 

ઠગાઈની ફરિયાદના આધારે વિરમગામ રૂરલ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે મુખ્ય આરોપી વસીમ સિપાઈને કાસમપુરાથી ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા આરોપી પાસેથી ₹70 હજાર રોકડા પણ રિકવર કરવામાં આવ્યા છે.

 

 

 

આ કેસમાં અન્ય બે આરોપીઓ પણ સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી છે. હાલ વિરમગામ રૂરલ પોલીસ બાકીના બંને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી છે. તાંત્રિક વિધિના નામે વેપારી પાસેથી પડાવાયેલી રકમ અને સમગ્ર ઠગાઈના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(8:49 PM IST)