News of Saturday, 16th May 2026
સોના-ચાંદી બજારમાં ખરીદીમાં ૩૫ ટકાનો ઘટાડો થયો
પેન્ડન્ટ, બુટ્ટી, ચેઈન,વીંટી જેવા નાના ઘરેણાંની ખરીદી ઘટી : મે મહિનાના છેલ્લાં અઠવાડિયાથી શરૂ થતી લગ્નની ખરીદી ઘટશે કે સામાન્ય રહેશે? અત્યારથી જ સોની બજારમાં ચિંતા

અમદાવાદ,તા.૧૬: અમદાવાદની સોની બજારમાં છેલ્લાં કેટલાય સમયથી મંદીનો માહોલ છવાયેલો છે. બજારમાં પહેલાંથી જ મંદિનો માહોલ હતો, તેવામાં પ્રધાનમંત્રીની અપીલ બાદ સોના- ચાંદીની ખરીદીમાં વધુ ૩૦થી ૩૫ ટકા ઘટાડો થયો છે. જો આમને આમ સ્થિતિ રહી તો સોની વેપારી, કારીગરો તેમજ સ્ફાટ સહિત હજારો લોકોને ઘર ચલાવવામાં મુશ્કેલી વેઠવી પડશે.
વડાપ્રધાને સોનું ન ખરીદવાની કરેલી, અપીલની સીધી અસર અમદાવાદ અને રાજ્યની સોની બજાર પર પડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદની બજારમાં સોના-ચાંદીની ખરીદીમાં આશરે ૩૦થી ૩૫ ટકા ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને પેન્ડન્ટ, બુટી, ચેઈન, વીંટી જેવા નાના ઘરેણાંની ખરીદી પર વધુ અસર પડી છે. સાથે જ ભાવમાં પણ ઉછાળો આવતાં લીધે ગ્રાહકો અસમંજસમાં મૂકાયા છે.
મોટાભાગના ગ્રાહકો હાલ ભાવ તેમજ, સ્થિતિમાં સ્થિરતા આવવાની રાહમાં છે. જોકે છેલ્લાં બે-ત્રણ વર્ષથી સોની બજારમાં મંદીનો માહોલ જોવા મળે છે. સોનાના ભાવમાં થયેલાં ગગનચૂંબી વધારાના લીધે પહેલાંથી જ લોકોની સોનાની ખરીદશક્તિમાં ઘટાડો થયો છે. તેમાં હાલ પણ સોનું ખરીદતા મોટાભાગના ગ્રાહકો પોતાનું જૂનું સોનું આપી નવું સોનું ખરીદે છે. એટલે કે નવું નાણું ફરવાના બદલે એક્સચેન્જ પ્રક્રિયા વધુ ચાલી રહી છે. તેવામાં નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારા લગ્નો માટે સામાન્ય રીતે મે મહિનાના છેલ્લાં અઠવાડિયા તેમજ જૂન મહિનાથી લગ્નસરાના દાગીનાની ખરીદી ખુલે છે.
પરંતુ હાલ બજારની સ્થિતિને જોતા આ વખતે લગ્નસરાની ખરીદી ઘટશે કે ૧ સામાન્ય રહેશે તે અંગે અત્યારથી જસોની ય બજારમાં ચિતા વ્યાપી છે. જો ખરીદીમાં - સતત ઘટાડો થશે તો તેની સીધી અસર ૧ સોની વેપારીની સાથે જ તેની ઘડામણ ૧ કરતાં કારીગરો તેમજ શો-રૂમ, દુકાનના ૧ હજારો સ્ટાફ મેમ્બર પર પડશે તેવી સોની બજારમાં ચર્ચા ચાલી રહી છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
