News of Friday, 31st July 2026
સરકારે રેશનકાર્ડ પર કેરોસીન બંધ કરતા જંગલોનો ખાત્મો: લોકો ચૂલામાં લાકડા બાળતા થયા
ઘરેલું ગેસ સિલિન્ડરની પણ હાલમાં મોંઘા થયા અને અછત વર્તાતા ગરીબ, મધ્યમ વર્ગનો જાયે તો કહા જાયે જેવો ઘાટ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજ્ય સરકારે રેશનકાર્ડ ઉપર કેરોસીન બંધ કરતા જંગલોનો ખાત્મો વધ્યો છે એક તરફ ગેસ બોટલ મોંઘા થયા તદુપરાંત બોટલ ની અછત પણ હોય ગરીબ મધ્યમ વર્ગના પરિવારો માટે હવે લાકડા જ એકમાત્ર વિકલ્પ હોવાથી લોકો હવે ચૂલો બાળતા જોવા મળ્યા છે.
સરકારે લાંબા સમય પહેલા રેશનકાર્ડ પર અપાતા કેરોસીનને સદંતર બંધ કરી દેતા ગરીબ મધ્યમ વર્ગને.આ મોંઘવારી માં મુશ્કેલી પડે છે, એક તરફ રાંધણ ગેસના બોટલ મોંઘા થયા ઉપરાંત હાલ ઘણા સમયથી બોટલની અછત અને બુકિંગ પણ અમુક દિવસ બાદ જ કરી શકાય તેવા નિયમો લાગુ થતા આમ લોકો કંટાળી ચૂક્યા છે. સરકાર રેશનકાર્ડ પર સસ્તું કેરોસીન પુનઃ ચાલુ કરે તો ગરીબ અને મધ્યમ વર્ગ ને આર્થિક ફટકો ઓછો પડે નહીં તો આ કારમી મોંઘવારી માં ગરીબ પરિવારોને જીવવું મુશ્કેલ થયું છે.
એક તરફ પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો ત્યારે બીજી બાજુ રાંધણ ગેસના ભાવ પણ વધતા આમ લોકોને ભારે આર્થિક ફટકો પડતા લોકો ઊંચા વ્યાજે લોન લઈને જીવવા મજબૂર બન્યા છે, અને જો લોન ના નિયમિત હપ્તા ના ભરાય તો ફાઇનાન્સ કંપની દ્વારા તગડી પેનલ્ટી લગાવી હપ્તા વસુલ કરવામાં આવે છે. માટે રાંધણ ગેસ હોય કે પેટ્રોલ, ડીઝલ આખરે મરો તો સામાન્ય લોકો નો જ થાય છે. તો સરકાર રેશનકાર્ડ ઉપર સસ્તા દરે કેરોસીનની છૂટ આપે તો આમ જનતાને આર્થિક રાહત મળે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
