News of Tuesday, 20th October 2026
ગુજરાતભરમાં વિજયાદશમી પર્વની ભવ્ય ઉજવણી:સુરતમાં 80 ફૂટ, ગાંધીનગરમાં 65 ફૂટ અને અમદાવાદમાં 52 ફૂટ ઊંચા રાવણનું દહન કરાયું
ગોધરામાં શસ્ત્ર પૂજન બાદ આતશબાજી :દ્વારકામાં ગોપાલજી મહારાજની પાલખીને ગાર્ડ ઓફ ઓનર અપાયું :અંબાજીમાં પરંપરાગત શસ્ત્ર અને શમી પૂજન યોજાયું:રાજ્યના વિવિધ શહેરોમાં ધાર્મિક કાર્યક્રમો અને રાવણ દહન જોવા મોટી જનમેદની ઉમટી

અમદાવાદ :ગુજરાતભરમાં વિજયાદશમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં 80 ફૂટ, ગાંધીનગરમાં 65 ફૂટ અને અમદાવાદમાં 52 ફૂટ ઊંચા રાવણનું દહન કરાયું હતું. ગોધરામાં શસ્ત્ર પૂજન બાદ આતશબાજી યોજાઈ હતી. દ્વારકામાં ગોપાલજી મહારાજની પાલખીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જ્યારે અંબાજીમાં પરંપરાગત શસ્ત્ર અને શમી પૂજન યોજાયું હતું. રાજ્યના વિવિધ શહેરોમાં ધાર્મિક કાર્યક્રમો અને રાવણ દહન જોવા મોટી જનમેદની ઉમટી હતી.રાજ્યભરમાં આતશબાજી, રામલીલા અને ધાર્મિક કાર્યક્રમો સાથે વિજયાદશમીનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
