News of Tuesday, 14th July 2026
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149 મી ભવ્ય રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ: ઠેર ઠેર ભંડારા માટે તૈયારીઓ
મહાકાળી ધામ આંબલીવાડમાં ખાસ પ્રસાદી બનાવાઇ છે. મોહનથાળ અને ફૂલવડીના પ્રસાદનું આયોજન :20 હજાર જેટલા ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149 મી ભવ્ય રથયાત્રા 16 મી જુલાઈનાં રોજ યોજાશે, જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રાને લઈ મોસાળવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સરસપુરમાં ઠેર-ઠેર ભંડારા માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. મહાકાળી ધામ આંબલીવાડમાં ખાસ પ્રસાદી બનાવાઇ છે. મોહનથાળ અને ફૂલવડીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. 20 હજાર જેટલા ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે. ધામ છેલ્લા 100 વર્ષથી પ્રસાદી માટે વ્યવસ્થા કરે છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
