તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 17th September 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને ગુજરાત ભાજપાનો રાજ્યવ્યાપી સેવાયજ્ઞ
ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આયોજિત રક્તદાન શિબિરોમાં ૧૫,૩૨૮ યુનિટ બ્લડ એકત્ર કરાયું:ભાજપા માત્ર રાજકીય સંગઠન તરીકે નહીં પરંતુ ‘સેવા અને સમર્પણ’ની ભાવનાથી સમાજની વચ્ચે સતત કાર્ય કરતું સંગઠન છે: જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં મંડલ સ્તરે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં યોજાયેલા રક્તદાન શિબિરોમાં ભાજપા કાર્યકરો અને નાગરિકો ઉત્સાહપૂર્ણ રીતે સહભાગી થયા હતાં અને એક જ દિવસમાં ૧૫,૩૨૮ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આ સંદર્ભે જણાવ્યું છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે શરૂ થયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ને જનસેવા સાથે જોડવાના પ્રયાસના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા- મહાનગરોમાં વિવિધ સ્થાનોએ રકતદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપા દ્વારા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી રક્તદાન જેવા જીવનરક્ષક સેવાકાર્યના કાર્યક્રમના આયોજન દ્વારા ‘સેવા એ જ સંકલ્પ અને સેવા એ જ સંસ્કાર’ની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
તેમણે કહ્યું કે, ભાજપા માત્ર રાજકીય સંગઠન તરીકે નહીં પરંતુ ‘સેવા અને સમર્પણ’ની ભાવનાથી સમાજની વચ્ચે સતત કાર્ય કરતું સંગઠન છે. એક મહિનાના ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત રક્તદાન શિબિરો ઉપરાંત રક્તદાન શિબિરો ઉપરાંત સ્વચ્છતા, વૃક્ષારોપણ, આરોગ્યલક્ષી સેવાઓ, નશામુક્ત ભારત અંગે જનજાગૃતિ સહિત વિવિધ લોકહિતલક્ષી પ્રવૃત્તિઓનું પણ સંગઠન દ્વારા રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જાહેરજીવનની ઉજવણીનો સાચો અર્થ જનસેવાન સંકલ્પો સાથે આગળ વધવાનો છે અને ગુજરાત ભાજપાનો આ વિશાળ સેવાયજ્ઞ એ જ ભાવનાને જન-જન સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે શરૂ થયેલું ‘સેવા સંકલ્પ અભિયાન’ તેમની લાંબી જાહેરસેવાની યાત્રાને જનસેવા, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રસેવાના નવા સંકલ્પ સાથે જોડવાનો પ્રયત્ન છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
