તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 17th April 2026
ગુજરાતના ચૂંટણી કમિશનર ઍસ. મુરલી ક્રિષ્નને આજે સાંજે 4 વાગ્યા પછી ટોપ ટુ બોટમ પગલાઓથી પોલીસ મહાનિર્દેશક માહિતગાર કરશે : ભારે ધમધમાટ : લો એન્ડ ઓર્ડર, અટકાયતી પગલાં, સંવેદનશીલ બુથો વિગેરેની ડૉ કે એલ એન.રાવ જાતે ઉપસ્થિત રહી ચૂંટણી પંચ સમક્ષ સમીક્ષા કરશે
ઇલેક્શનના ગરમા ગરમ વાતાવરણમાં જવાબદાર અધિકારીઓને પોતાના શહેર જિલ્લામાં રહેવું આવશ્યક હોય , ગાંધીનગર રૂબરૂ બોલાવવાના બદલે વિડિઓ કોન્ફરન્સથી જોડવા દૂરંદેશી ભર્યો મુખ્ય પોલીસ વડાનો નિર્ણય : તમામ રેન્જ વડા, કલેકટરો, જીલ્લા પોલીસ વડાઓ પરોક્ષ રીતે લેટેસ્ટ અપડેટ સાથે સામેલ થશે

રાજકોટ તા. આજે ગાંધીનગરમાં રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો કે.એલ. એન.રાવ દ્વારા ગુજરાતના ચૂંટણીકમિશનર ઍસ મુરલી ક્રિષ્નને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો સંદર્ભે ગુજરાત પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા માટે શું શું પગલા લીધાં છે તેની જાણકારી આજે સાંજે 4 વાગ્યે મળનાર હાઈ લેબલની બેઠકમાં આપનાર હોવાનું ટોચના સૂત્રોએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર સાથેની બેઠકમાં રાજ્યના પોલીસ વડા ડો કે. એલ.એન.રાવ ફિઝિકલી ઉપસ્થિત રહી, કોઈ પેટા પ્રશ્નો હોય તો તેમના પ્રત્યુતર રૂબરૂ હાજર રહી આપનાર હોવાનું પણ સૂત્રો જણાવે છે.
આ હાઈ લેવલની બેઠકમાં ચૂંટણી વ્યવસ્થા અને અન્ય આનુસંગિક બાબતો પરત્વે જે તે શહેર જિલ્લામાં જવાબદાર અધિકારીઓની હાજરી ખૂબ આવશ્યક હોય પોલીસ કમિશનર, કલેક્ટરો, આરોપીઓ અને રેન્જ વડાઓ વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી જોડનાર હોવાનું પણ સૂત્રો જણાવે છે.
આ હાઈ લેવલની બેઠકમાં લોકો શાંતિ અને નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે આખી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે, તેની માહિતી અપ ટુ ડેટ રીતે આખા રાજ્યમાંથી વ્યવસ્થીત સંકલન કરી મુખ્ય પોલીસ વડાની કચેરી દ્વારા ત્યાર કરી છે, તે રજૂ થશે. અસમાજિક તત્વો વિરુદ્ધ પગલા ભરી તેમને પાસાના પીંજરે પૂરવા સાથે અટકાયતી અન્ય બાબતોથી મુખ્ય ચૂંટણી કમિશનરને માહિતગાર કરવામાં આવશે. કયા જિલ્લા, કયા બુથ સંવેદનશીલ છે, તેની ત્યાર થયેલ વિગતોની પણ મુખ્ય પોલીસ વડા ડો. કે એલ. એન.રાવ દ્વારા પોતાના વિશાળ અનુભવ આધારે આપવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવે છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
