News of Monday, 27th July 2026
ગુજરાત સરકાર દ્વારા ૧૬ જીએએસ અને આઈએએસ અધિકારીઓને વધારાનો હવાલો સોંપાયો : વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ : જુઓ સંપૂર્ણ લિસ્ટ
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૭ જુલાઈ ૨૦૨૬ ના રોજ સત્તાવાર હુકમ જાહેર : બોર્ડ-નિગમો, મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોના અધિકારીઓની જવાબદારીઓમાં કરાયો વધારો

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર:ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તારીખ ૨૭ જુલાઈ ૨૦૨૬ ના રોજ એક સત્તાવાર જાહેરનામું બહાર પાડીને રાજ્યના ૧૬ જેટલા GAS અને IAS અધિકારીઓને વર્તમાન ફરજો ઉપરાંત વધારાના હોદ્દાઓનો ચાર્જ સોંપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પી.એચ.ગાંધી (અંડર સેક્રેટરી, સામાન્ય વહીવટ વિભાગ) ની સહીથી આદેશો જારી કરવામાં આવ્યા છે.
અધિકારીઓ અને સોંપાયેલ વધારાના હવાલાની સંપૂર્ણ વિગત:
વી.કે.પટેલ (GAS): એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), ગાંધીનગરને GIDCના જ અન્ય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેમણે બી.કે.જોશી (IAS) ને આ વધારાના પ્રભારેથી મુક્ત કર્યા છે.
વાય.એસ.ચૌધરી (GAS): જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ, ગાંધીનગરને ગુજરાત રૂલર ઈન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ (GRIMCO) ના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. આ જગ્યા એ.કે.પ્રજાપતિ (GAS) ની બદલી થવાથી ખાલી પડી હતી.
કુમારી એમ.આર.પ્રજાપતિ (GAS): સેક્રેટરી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરને ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ગાંધીનગર ખાતે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) નો વધારાનો પ્રભાર સોંપાયો છે.
વાય.બી.ઝાલા (GAS): એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન, ગાંધીનગરને એડિશનલ કલેક્ટર (નોંધણી નિરીક્ષક અને સ્ટેમ્પ સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી) નો વધારાનો હવાલો આપવામા આવ્યો છે. તેમણે આઈ.આર.વાળા (IAS) ને આ ચાર્જમાંથી મુક્ત કર્યા છે.
કુમારી કે.બી.પટેલ (GAS): એડિશનલ ડિરેક્ટર, ભૂસ્તરશાસ્ત્ર અને ખનન કચેરી, ગાંધીનગરને મુખ્યમંત્રી હેલ્પલાઈન કો-ઓર્ડિનેશન યુનિટના ડિરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે.
એન.યુ.પઠાણ (GAS): ડેપ્યુટી ડિરેક્ટર, સ્પિપા (SPIPA) પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, વડોદરાને એડિશનલ કલેક્ટર (સિંચાઈ), વડોદરાનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. આ જગ્યા બી.એચ.પટેલ (IAS) ની બદલીથી ખાલી થઈ હતી.
એમ.સી.પંડ્યા (GAS): એડિશનલ કલેક્ટર, પ્રાદેશિક મ્યુનિસિપાલિટી કમિશનર કચેરી, વડોદરાને એડિશનલ કલેક્ટર (નર્મદા), વડોદરાનો વધારાનો હવાલો આપ્યો છે. આ જગ્યા બી.એસ.પ્રજાપતિ (IAS) ની બદલીથી ખાલી પડી હતી.
એ.ડી.જોશી (GAS): જનરલ મેનેજર, GSRTC, અહમદાબાદને GSRTC અહમદાબાદ ખાતે જ જનરલ મેનેજરની અન્ય પોસ્ટનો વધારાનો પ્રભાર સોંપાયો છે. આ જગ્યા કે.એસ.ડાભી (GAS) ની બદલી બાદ ખાલી પડી હતી.
કુમારી પી.વી.ગોંડલિયા (GAS): સભ્ય સચિવ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદને રજિસ્ટ્રાર, ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ રેડ્રેસલ કમિશન, અમદાવાદનો વધારાનો ચાર્જ સોંપાયો છે.
સી.એ.ગોહિલ (GAS): એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદને ડેપ્યુટી ડિરેક્ટર, સ્પિપા (SPIPA), અમદાવાદનો વધારાનો ચાર્જ મળ્યો છે.
વી.કે.સામબડ (GAS): સીઈઓ, ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (ભાડા) ને એડિશનલ કલેક્ટર, પ્રાદેશિક મ્યુનિસિપાલિટી કમિશનર કચેરી, ભાવનગરનો વધારાનો ચાર્જ સોંપાયો છે.
પી.પી.પટેલ (GAS): ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) નો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
પી.એચ.ગલચર (GAS): ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી (DDO), રાજકોટને ડિરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), રાજકોટનો વધારાનો ચાર્જ મળ્યો છે.
શ્રીમતી પિનાકિની ભગોરા (GAS): ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી, નર્મદા-રાજપીપળાને ડિરેક્ટર, DRDA, નર્મદા-રાજપીપળાનો વધારાનો ચાર્જ સોંપાયો છે.
એ.વી.ડામંગી (GAS): ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી, વલસાડને ડિરેક્ટર, DRDA, વલસાડનો વધારાનો હવાલો આપ્યો છે.
સુશ્રી વંદના મીના (IAS): પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાયબલ એરિયા સબ પ્લાન, મહીસાગર-લુણાવાડાને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાયબલ એરિયા સબ પ્લાન, અરવલ્લી-મોડાસાનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
