તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
ગુજરાતના પોલીસ વડા જી.એસ.મલિકનો જન્મદિવસઃ ૫૯માં વર્ષમાં મંગલ પ્રવેશ
હરિયાણાથી ગુજરાત સુધી ની પોલીસ સેવાની સફરઃ ૧૯૯૩ બેચના આઈપીએસ અધિકારી બીએસએફ અને સીઆઈએફએસમાં પણ બજાવી ચૂક્યા છે. મહત્ત્વની જવાબદારીઓઃ અમદાવાદ પોલીસ કમિશનરથી ગુજરાતના ડીજીપી સુધીની સફર

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ગુજરાત રાજ્ય ના પોલીસ તંત્ર નું નેતૃત્વ કરી રહેલા વરિષ્ઠ આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક (જી. એસ. મલિક) પોલીસ સેવામાં લાંબો અનુભવ, વહીવટી કુશળતા અને વિવિધ ક્ષેત્રોમાં કામગીરી નો અનુભવ ધરાવે છે , જિલ્લા પોલીસ થી લઈ ને શહેર પોલીસ કમિશનર, કેન્દ્રીય સુરક્ષા દળો અને રાજ્ય ના પોલીસ વડા સુધી ની તેમની કારકિર્દી અનેક જવાબદારીઓથી ભરેલી રહી છે.
ગઈકાલે ૧૫ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ તેઓ ૫૮ વર્ષ પુર્ણ કરી ૫૯ માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે, આ નિમિત્તે તેમના જીવન પરિચય, શિક્ષણ, પોલીસ કારકિર્દી, મહત્ત્વ ની જવાબદારીઓ અને સિદ્ધિઓ પર એક નજર કરીએ તો, શ્રી જી. એસ. મલિકનો જન્મ ૧૫ નવેમ્બર, ૧૯૬૮ ના રોજ હરિયાણા ના ફરીદાબાદ માં થયો હતો , તેઓ મૂળ હરિયાણા ના વતની છે અને ગુજરાત કેડર ના ૧૯૯૩ બેચના આઈપીએસ અધિકારી છેણુ, તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિગ માં B.Tech ની ડિગ્રી મેળવી છે , ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટી માંથી કાયદા નો અભ્યાસ કરી ને એલએલબી ની ડિગ્રી મેળવી હતી.
આઈપીએસ માં જોડાતા પહેલાં તેમણે ઓએનજીસીની બોમ્બે હાઈ ઓઇલ ફિલ્ડ માં અને ભારતીય રેલવે માં પણ કામ કર્યું હતું , ટેકનિકલ શિક્ષણ, કાયદા નું જ્ઞાન અને વહીવટી અનુભવ તેમની કારકિર્દીના મહત્ત્વના પાસાં રહ્યાં છે.
વર્ષ ૧૯૯૩માં આઈપીએસ તરીકે પસંદગી પામ્યા બાદ ગુજરાત કેડર માં તેમની નિમણૂક થઈ હતી , તાલીમ અને પ્રારંભિક કામગીરી બાદ તેમની પ્રથમ મહત્ત્વ ની નિમણૂક ભુજ ખાતે આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) તરીકે થઈ હતી , ત્યારબાદ ડાંગ,પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય ભરૂચ, કચ્છ સહિત ગુજરાત ના વિવિધ જિલ્લા ઓ માં પોલીસ અધિક્ષક એસ પી તરીકે કામગીરી કરી.
જિલ્લા કક્ષાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા થી લઈને ગુનાખોરી નિયંત્રણ અને પોલીસ વહીવટ સુધીની વિવિધ જવાબદારીઓ તેમણે સંભાળી હતી.
મલિકે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં DCP તરીકે તેમજ અમદાવાદ અને વડોદરા શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ ના એડીસી તરીકે પણ ફરજ બજાવી હતી. સીઆઈડી ક્રાઇમ, સીઆઈડી ઇન્ટેલિજન્સ, એન્ટી કરપ્શન બ્યુરો (ACB) અને નશાબંધી તથા આબકારી વિભાગ જેવા મહત્ત્વના વિભાગો માં પણ તેમણે કામગીરી કરી હતી. એટલું જ નહીં, ગુજરાત સરકારના ગૃહ વિભાગ માં સચિવ કક્ષા ની જવાબદારી નિભાવી ને પોલીસ વહીવટ અને રાજ્ય ની આંતરિક સુરક્ષા સંબંધિત કામગીરીનો બહોળો અનુભવ મેળવ્યો હતો. વિવિધ વિભાગોમાં મળેલા આ અનુભવને કારણે તેઓ ગુનાખોરી નિયંત્રણ, ગુપ્તચર વ્યવસ્થા, ભ્રષ્ટાચાર વિરોધી કામગીરી અને કાયદો-વ્યવસ્થા ના વહીવટ માં વિશેષ જાણકારી ધરાવતા અનુભવી આઈપીએસ અધિકારી તરીકે ઓળખાય છે.
૬ જૂન, ૨૦૨૬ ના રોજ ગુજરાત સરકારે જી. એસ. મલિક સાહેબ ની ગુજરાત રાજ્ય ના પોલીસ વડા એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી તરીકે નિમણૂક કરી હતી, તેમના નામ ની પસંદગી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા મોકલવામાં આવેલા ત્રણ અધિકારી ઓ ના પેનલ માંથી કરવામાં આવી હતી, ૮ જૂન, ૨૦૨૬ ના રોજ ગાંધીનગર પોલીસ ભવન ખાતે તેમણે વિધિવત્ પદભાર સંભાળ્યો હતો , તેમણે કે. એલ. એન. રાવ પાસે થી રાજ્યના પોલીસ વડા ની જવાબદારી સંભાળી હતી , આ નિમણૂક સાથે ૧૯૯૩ બેચ ના અનુભવી આઈપીએસ અધિકારી ને ગુજરાત ના સમગ્ર પોલીસ દળ નું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
૫૮ વર્ષ ની ઉમર માં ૩૩ વર્ષ થી વધુ ની પોલીસ સેવા આપનાર મલિક સામે હાલ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની, સાયબર ગુનાઓને નિયંત્રિત કરવાની, ડ્રગ્સ ના નેટવર્ક સામે કાર્યવાહી કરવાની અને સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી છે.
ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ , તેમનું જીવન શિસ્ત, કર્તવ્યનિષ્ઠા, સમર્પણ અને જાહેર સેવાનું ઉત્તમ ઉદાહરણ બની રહે, ગુજરાત રાજ્યની સુરક્ષા, શાંતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે તેઓ વધુ ઉત્સાહ અને સફળતા સાથે પોતાની જવાબદારીઓ નિભાવતા રહે તેવી શુભકામનાઓ.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
