<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

ગુમ થયેલા વ્યક્તિઓને પરિવારજનો સાથે મિલાવવા ગુજરાત પોલીસે એક મહિના માટે રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ

અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસે 1 હજાર 470 ગુમ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢ્યાં :ઘર છોડીને ચાલ્યા ગયેલા, રસ્તો ભૂલી ગયેલા કે કોઈ કારણોસર પરિવારથી વિખૂટા પડેલા લોકોને પોલીસે શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું.

અમદાવાદ : ગુમ થયેલા વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે પુન:મિલન કરાવવાનાં ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસે એક મહિના માટે રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ. આ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસે 1 હજાર 470 ગુમ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢ્યાં છે..ઘર છોડીને ચાલ્યા ગયેલા, રસ્તો ભૂલી ગયેલા કે કોઈ કારણોસર પરિવારથી વિખૂટા પડેલા લોકોને પોલીસે શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું. ગુમ થયેલા લોકોમાં મહિલાઓ અને કિશોરીઓની સંખ્યા સૌથી વધુ છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી મળેલી માહિતીના આધારે સુરત શહેર પોલીસે સૌથી વધુ સફળતા મેળવી છે. તપાસ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ સામાજિક પાસાઓ પણ સામે આવ્યા છે. કિશોર વયની છોકરીઓના કેસોમાં પ્રેમ સંબંધો અને ઘરેથી ભાગી જવાની ઘટનાઓ મુખ્ય કારણ તરીકે સામે આવી છે. જ્યારે પારિવારિક વિવાદો, અભ્યાસનો દબાણ અને રોજગારી માટેનું સ્થળાંતર પણ ગુમ થવાના કારણોમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિતના અનેક રાજ્યોમાં પણ ગુજરાત પોલીસની ટીમોએ તપાસ કરી. આંતરરાજ્ય સંકલન અને સતત ફોલોઅપના કારણે વર્ષોથી પેન્ડિંગ રહેલા અનેક કેસોમાં સફળતા મળી.

(8:09 PM IST)