<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ: પોલીસ ટેકનિકલ (વાયરલેસ) કેડરની ભરતી માટે પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણીની તારીખો જાહેર

૧૭૨ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) અને ૬૯૮ ટેકનિકલ ઓપરેટર મળી કુલ ૮૭૦ જગ્યાઓ માટે યોજાશે દસ્તાવેજ ચકાસણી : ૧૦૬૩ ઉમેદવારો ક્વોલિફાઈડ જાહેર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ટેકનિકલ (વાયરલેસ) કેડરની ભરતી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી છે. જાહેર ક્રમાંક: GPRB/202526/2 અન્વયે રાજ્ય પોલીસ દળ માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) ની ૧૭૨ અને ટેકનિકલ ઓપરેટરની ૬૯૮ મળી કુલ ૮૭૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

દસ્તાવેજ ચકાસણી (DV) ની વિગતો:
ગત તા. ૨૩.૦૮.૨૦૨૫ ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષામાં નિયમોનુસાર જે ઉમેદવારોએ Part-A અને Part-B માં અલગ-અલગ ૪૦ ટકા ગુણ મેળવેલ છે, તેવા ઉમેદવારો પૈકી પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈ થયેલ કુલ ૧૦૬૩ ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે.

આ પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણી આગામી તા. ૨૭.૧૦.૨૦૨૫ થી તા. ૨૮.૧૦.૨૦૨૫ ના રોજ અમદાવાદ તથા ગાંધીનગર ખાતે યોજાનાર છે. ભરતી બોર્ડ દ્વારા તમામ સંબંધી ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી સમયે જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો તથા જાતિ અંગેના પ્રમાણપત્રો અગાઉથી તૈયાર રાખવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે.

(8:29 PM IST)