<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 એસએસસી અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ જાહેર : GSEBની વેબસાઇટ પર ઉપલબ્ધ: આજથી શાળાઓ સ્કૂલ રેકોર્ડ ડાઉનલોડ કરી શકશે

ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલી SSC અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ http://www.gseb.org પર જાહેર; વર્ષ 2025થી SR ઓનલાઇન ડાઉનલોડની સુવિધા શરૂ

ગાંધીનગર, તા. 7 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 એસએસસી અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની યાદી મુજબ ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી પરીક્ષાનું પરિણામ તા. 05/05/2025ના રોજ વેબસાઇટ *www.gseb.org* પર મૂકવામાં આવ્યું છે.

 

બોર્ડ દ્વારા આ વર્ષથી શાળાઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. વર્ષ 2025થી તમામ શાળાઓ પોતાનો સ્કૂલ રેકોર્ડ એટલે કે SR ઓનલાઇન માધ્યમથી કોઈપણ સમયે ડાઉનલોડ કરી શકશે. ફેબ્રુઆરી-માર્ચ 2025ના પરિણામ માટેનો SR આજે તા. 07/05/2025થી *sr.gseb.org* અથવા *gseb.org* પરથી ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડથી લોગીન કરીને ડાઉનલોડ કરી શકાશે.

 

બોર્ડના સચિવ આર.આર. વ્યાસે જારી કરેલી યાદીમાં તમામ માધ્યમિક શાળાઓને આ બાબતની નોંધ લેવા જણાવાયું છે.

(5:52 PM IST)