News of Monday, 2nd November 2026
ગુજરાતના ચકચારી ‘નિર્ભયા કાંડ’ના દોષિતનું વડોદરા સેન્ટ્રલ જેલમાં હાર્ટ એટેકથી મોત : દુષ્કર્મ અને અમાનવીય અત્યાચારના કેસમાં કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી

અમદાવાદ : એક રાષ્ટ્રીય દૈનિકના અહેવાલ મુજબ, ગુજરાતમાં ‘નિર્ભયા કાંડ’ તરીકે ચર્ચાસ્પદ બનેલા દુષ્કર્મ કેસના દોષિતનું વડોદરા સેન્ટ્રલ જેલમાં હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે.
આ ચકચારી કેસમાં પીડિતા ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઘટનાએ ભારે જનાક્રોશ જગાવ્યો હતો.
કેસની સુનાવણી બાદ અદાલતે આરોપીને દોષિત ઠેરવી ફાંસીની સજા સંભળાવી હતી. દરમિયાન જેલમાં સજા ભોગવી રહેલા દોષિતનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાના અહેવાલ છે. સત્તાવાર સમર્થન મેળવાઈ રહ્યું છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
