<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

૨૯મીથી ગુજરાતમાં ફરી ઝાપટાનો માહોલ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ૩૦મીથી વરસાદની શકયતા

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ૩૦ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓક્‍ટોબર સુધી કયાંક કયાંક વરસાદની સંભાવના : ચોમાસાની વિદાય વચ્‍ચે હવામાન પલટાશે : ગુજરાતમાં ૨૯ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓક્‍ટોબર સુધી છૂટાછવાયા ઝાપટા વરસશે : વેધરએનાલિસ્‍ટ અશોકભાઈ પટેલ

રાજકોટ : ગુજરાતમાંથી દક્ષિણપヘમિ ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધી રહી છે ત્‍યારે આગામી દિવસોમાં રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શકયતા છે. વેધર એનાલિસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલના જણાવ્‍યા મુજબ, વિવિધ હવામાન મોડેલોમાં મર્યાદિત સહમતી જોવા મળી રહી છે અને તેના આધારે ગુજરાત પ્રદેશમાં ૨૯ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓક્‍ટોબર દરમિયાન આઇસોલેટેડ એટલે કે છૂટાછવાયા ઝાપટાં અથવા વરસાદની શકયતા છે.

સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ૩૦ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓક્‍ટોબર દરમિયાન કેટલાક સ્‍થળોએ છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. જોકે, હાલની સ્‍થિતિ પ્રમાણે વ્‍યાપક કે સતત વરસાદની સંભાવના નથી અને વરસાદનું પ્રમાણ તથા વિસ્‍તાર સ્‍થળ પ્રમાણે બદલાઈ શકે છે.

હવામાન વિભાગના ૨૮ સપ્‍ટેમ્‍બરના સવારના બુલેટિન મુજબ, દક્ષિણપヘમિ ચોમાસાની વિદાય રેખા ગુજરાતમાં ડીસા અને નલિયા સહિતના વિસ્‍તારોમાંથી પસાર થઈ રહી છે. બીજી તરફ મ્‍યાનમાર નજીકની હવામાન પ્રણાલી વધુ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને આગામી સમયમાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધવાની શકયતા છે.

આ ઉપરાંત પૂર્વ ઉત્તર પ્રદેશ પરનું ઉપરના વાતાવરણનું ચક્રાકાર પરિભ્રમણ, ઉત્તર પાકિસ્‍તાન-જમ્‍મુ આસપાસનું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ તથા બિહારથી બંગાળની ખાડી સુધીની દ્રોણિકા સહિતની વિવિધ હવામાન પ્રણાલીઓ પણ સક્રિય છે. આ તમામ પરિબળોને ધ્‍યાનમાં લેતાં આગામી દિવસોમાં ગુજરાતમાં ખાસ કરીને છૂટાછવાયા વિસ્‍તારોમાં ઝાપટાં જોવા મળી શકે છે.

વેધર એનાલીસ્‍ટ અશોકભાઇ પટેલ જણાવે છે કે, દક્ષિણપヘમિ ચોમાસાની વિદાય રેખા 32.5°N/72.5°E, ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્‌ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા, નલિયા અને 23.0°N/67.8°Eમાંથી પસાર થઈ રહી છે.

ઉત્તર આંદામાન સમુદ્ર અને તેને અડીને આવેલા મ્‍યાનમારના દરિયાકાંઠા પરનું Well Marked Low Pressure Area ઉત્તર-ઉત્તરપヘમિ તરફ આગળ વધ્‍યું હતું અને વધુ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. આજે, ૨૮ સપ્‍ટેમ્‍બરના રોજ સવારે ૫:૩૦ કલાકે IST મુજબ તે 15.6°N/97.6°E નજીક કેન્‍દ્રિત હતું, જે મ્‍યાનમારના માવલામાઈનથી આશરે ૧૦૦ કિમી દક્ષિણે આવેલું છે.

આ સિસ્‍ટમ્‍સ આગામી ૧૨ કલાક દરમિયાન ડીપ ડીપ્રેશન વધુ મજબૂત થવાની ખૂબ શકયતા છે અને આગામી ૩ દિવસ દરમિયાન મ્‍યાનમારના દરિયાકાંઠા સાથે અને તેની નજીકથી ઉત્તર-ઉત્તરપヘમિ તરફ આગળ વધીને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તથા તેને અડીને આવેલા બાંગ્‍લાદેશના દરિયાકાંઠા તરફ આગળ વધશે.

મધ્‍ય ઉત્તર પ્રદેશના ઉત્તરીય વિસ્‍તારો પરનું Low Pressure Area હવે ઓછું સ્‍પષ્ટ બન્‍યું છે. જોકે, તેની સાથે જોડાયેલું ઉપરના વાતાવરણનું ચક્રાકાર પરિભ્રમણ પૂર્વ ઉત્તર પ્રદેશ પર સમુદ્ર સપાટીથી ૧.૫થી ૩.૧ કિમીની ઊંચાઈ વચ્‍ચે યથાવત્‌ છે.

Western Disturbance હવે ઉત્તર પાકિસ્‍તાન અને તેને અડીને આવેલા જમ્‍મુ પર સમુદ્ર સપાટીથી ૫.૮થી ૭.૬ કિમીની ઊંચાઈ વચ્‍ચે ચક્રાકાર પરિભ્રમણ તરીકે જોવા મળી રહ્યું છે.

ઉત્તરપૂર્વ આસામ અને આસપાસના વિસ્‍તારો પરનું ઉપરના વાતાવરણનું ચક્રાકાર પરિભ્રમણ યથાવત્‌ છે અને હવે તે સમુદ્ર સપાટીથી આશરે ૩.૧ કિમીની ઊંચાઈએ જોવા મળે છે. બિહારથી પヘમિ મધ્‍ય બંગાળની ખાડી સુધીની ઉત્તર-દક્ષિણ દ્રોણિકા (ફંશ્વદ્દત્ર્-લ્‍ંયદ્દત્ર્ વ્‍શ્વંયત્ર્િં) ઝારખંડ અને ઓડિશા પરથી પસાર થઈને સમુદ્ર સપાટીથી ૩.૧ કિમીની ઊંચાઈ સુધી યથાવત્‌ છે. (૩૬.૭)

 

(3:39 PM IST)