<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગરમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીની શુભેચ્છા મૂલાકાત

આગામી એપ્રીલ-2027માં હરિયાણામાં યોજાનારી બિઝનેસ સમિટનું મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું

ગાંધીનગર : હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી.

હરિયાણાના મુખ્યમંત્રી તેમના પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા છે અને આ મુલાકાત દરમિયાન તેઓ હેપનીંગ હરિયાણા 2.O ઈન્વેસ્ટ ઈન હરિયાણા, ઈન્વેસ્ટ ઈન ધ ફ્યુચર અંતર્ગત સુરત અને અમદાવાદ-ગાંધીનગરમાં બિઝનેસ લિડર્સ સાથે મિટીંગ યોજવાના છે.
નાયબસિંહ સૈનીએ બુધવારે બપોરે સુરતથી ગાંધીનગર આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને આગામી એપ્રીલ-2027માં હરિયાણામાં યોજાનારી બિઝનેસ સમિટમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
હરિયાણા સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી રાવ નરબિરસિંહ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની આ શુભેચ્છા મુલાકાતમાં જોડાયા હતા

(8:39 PM IST)