<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

HCL ગુજરાતના યુવાધનને સ્‍વનિર્ભર બનાવવા મહત્‍વની ભૂમિકા ભજવશેઃ શ્રી હર્ષ સંઘવી

ગિફટ સિટી ખાતે HCL ટેકના ગ્‍લોબલ ટેકનોલોજી સેન્‍ટરનું નાયબ મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ કંપનીની કમ બેક હોમ ઝુંબેશથી ગુજરાતના પ્રતિભાશાળી યુવાનો પરિવાર સાથે રહીને વતનમાં જ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની કારકિર્દી ઘડી શકશે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૮: ભારતીય આઈટી ઉદ્યોગની અગ્રણી અને સૌથી ઝડપથી વિકસતી કંપની HCL ટેકના ગિફ્‌ટ સિટી ખાતે કાર્યરત થયેલા ગ્‍લોબલ ટેકનોલોજી સેન્‍ટરનું નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. નાયબ મુખ્‍યમંત્રીએ આ નવી શરૂઆતને ગિફ્‌ટ સિટી અને ગુજરાતના આઈટી સેક્‍ટરના વિકાસ માટે એક અત્‍યંત મહત્‍વપૂર્ણ સીમાચિホ ગણાવ્‍યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું કે, સામાન્‍ય રીતે મોટી આઈટી કંપનીઓ અન્‍ય રાજ્‍યોથી મેનપાવર આયાત કરતી હોય છે, પરંતુ તેનાથી વિપરીત HCL ટેક સ્‍થાનિક સ્‍તરે જ રોજગારીની તકો ભી કરવા અને સ્‍થાનિક ભાગીદારોને સાથે રાખીને આગળ વધવાની દિશામાં કામ કરી રહી છે. કંપનીની આ નીતિ ખરા અર્થમાં પ્રશંસનીય છે અને તે રાજ્‍યના યુવાધનને સ્‍વનિર્ભર બનાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવશે.

હર્ષ સંઘવીએ HCL કંપની દ્વારા ચલાવવામાં આવતી કમ બેક હોમ પહેલની સરાહના કરતા કહ્યું હતું કે, ગુજરાતના જે પ્રતિભાશાળી યુવાનો રોજગારી અર્થે પોતાના પરિવાર અને માતા-પિતાથી દૂર બેંગલુરુ, પુણે, હૈદરાબાદ કે યુ.એસ. જેવા સ્‍થળોએ કામ કરે છે, તેમને પોતાના વતનમાં પરત લાવી રોજગારી આપવાની  HCLની પહેલ અન્‍ય કંપનીઓ માટે ઉદાહરણ બની છે.

આ સેન્‍ટરના માધ્‍યમથી હવે ગુજરાતી યુવાનો પરિવાર સાથે રહીને, પોતાના ઘર આંગણે જ વૈશ્વિક સ્‍તરની આઈટી કારકિર્દી ઘડી શકશે અને પોતાના સપના સાકાર કરી શકશે. પ્રારંભિક તબક્કે આ સેન્‍ટરમાં ૧૦૦ લોકોની ટીમ સાથે શરૂઆત કરવામાં આવી છે, જેમાં મહત્તમ સ્‍થાનિક ગુજરાતી યુવાનોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સર્વશ્રી વિજયકુમાર, રાહુલ સિંહ, સંજય કૌલ અને આઈટી ક્ષેત્રના અગ્રણીઓ તથા યુવા પ્રોફેશનલ્‍સ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ નિમિષ ગણાત્રા, ગાંધીનગર)

(2:11 PM IST)