<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

સુરતમાં ભારે વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

૧૫ જેટલા મેડિકલ કેમ્પ યોજીને ૧,૨૯૩ નાગરિકોની આરોગ્ય તપાસ:૧,૨૨૬ દર્દીઓને સ્થળ પર જ જરૂરી સારવાર: ૧.૬૭ લાખ ઘરોમાં સઘન સર્વેલન્સ હાથ ધરીને ક્લોરિન ટેબ્લેટ તેમજ ORS ના પેકેટનું વિતરણ

સુરતમાં ભારે વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે, જેના ભાગરૂપે ૧૫ જેટલા મેડિકલ કેમ્પ યોજીને ૧,૨૯૩ નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે અને ૧,૨૨૬ દર્દીઓને સ્થળ પર જ જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો અટકાવવા માટે ૧.૬૭ લાખ ઘરોમાં સઘન સર્વેલન્સ હાથ ધરીને ક્લોરિન ટેબ્લેટ તેમજ ORS ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ રોગચાળાને નાથવા માટે ૧૦ હજારથી વધુ કર્મચારીઓની ફોજ સફાઈ કામગીરીમાં જોડાઈ છે અને છેલ્લા ૫ દિવસમાં રેકોર્ડબ્રેક ૯,૭૧૮ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને સમગ્ર સુરત શહેરમાં યુદ્ધના ધોરણે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

(9:20 PM IST)