<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી : સુજલ પ્રજાપતિએ કહ્યું-SMC કમિશનરના આદેશથી જ ડિમોલિશન કર્યું

હાઈકોર્ટે SMC કમિશનરને એફિડેવિટ દાખલ કરવા આદેશ કર્યો. પ્રથમ દ્રષ્ટિએ કમિશનરે મેસેજ ફોરવર્ડ કર્યો હોવાનું લાગે છે.

સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી.  SMCના સસ્પેન્ડેડ એન્જિનિયરની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ. જેમા સુજલ પ્રજાપતિએ જણાવ્યુ કે  SMC કમિશનરના આદેશથી જ ડિમોલિશન કર્યું હતું.  તપાસ કમિટી સમક્ષ પણ આ જ હકીકત કહી હોવાનો દાવો કરાયો હતો.  હાઈકોર્ટે SMC કમિશનરને એફિડેવિટ દાખલ કરવા આદેશ કર્યો હતો.પ્રથમ દ્રષ્ટિએ કમિશનરે મેસેજ ફોરવર્ડ કર્યો હોવાનું લાગે છે.  સસ્પેન્શન રદ કરવાની સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં માંગ કરી છે આ મામલે વધુ સુનાવણી 21 જુલાઈના રોજ હાથ ધરાશે.

(7:02 PM IST)