<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

વડોદરામાં મતદાન પૂર્વે ‘પોસ્ટર વોર’થી ગરમાવો: માંજલપુરમાં પોસ્ટરોમાં સ્થાનિક ઉમેદવારોને મતદાન કરવા અપીલ

બહારના ઉમેદવારો સામે વિરોધ : રાતોરાત લાગેલા પોસ્ટરોથી રાજકીય માહોલ ગરમાયો : ‘બહારના ઉમેદવાર નહીં, સ્થાનિકને જ મત આપો’ જેવા સૂત્રો લખવામાં આવ્યા

વડોદરા તા.૨૫: મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં ‘પોસ્ટર વોર’ શરૂ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. વિસ્તારમાં ઠેર-ઠેર લાગેલા પોસ્ટરોમાં સ્થાનિક ઉમેદવારોને જ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

 

માંજલપુરના વિવિધ વિસ્તારોમાં શનિવારે સવારે બેનરો અને પોસ્ટરો જોવા મળ્યા હતા. આ પોસ્ટરોમાં ‘બહારના ઉમેદવાર નહીં, સ્થાનિકને જ મત આપો’ જેવા સૂત્રો લખવામાં આવ્યા છે. કોઈ રાજકીય પક્ષ કે વ્યક્તિના નામ વગર લાગેલા આ પોસ્ટરોએ ચર્ચા જગાવી છે.

 

સ્થાનિકોના જણાવ્યા મુજબ, રાતોરાત આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. બહારના ઉમેદવારોને ટિકિટ આપવાના વિરોધમાં આ પોસ્ટર વોર શરૂ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 

આ મામલે ચૂંટણી તંત્ર અને પોલીસ પણ હરકતમાં આવી છે. પોસ્ટરો કોણે લગાવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. મતદાન પહેલા શરૂ થયેલા આ પોસ્ટર વોરથી માંજલપુરની ચૂંટણી રસપ્રદ બની છે.

(4:10 PM IST)