News of Tuesday, 6th October 2026
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી ગરમીનો મારો :૧૩ સુધી તાપમાન ૩૯ ડીગ્રીને આંબી શકે
૭-૮ ઓક્ટોબરે પારો ૧થી ૧.૫ ડિગ્રી ઊંચકાશે : મોટા ભાગના વિસ્તારોમાં ૩૬થી ૩૮.૫ ડિગ્રી વચ્ચે રહેશે : ૧૨-૧૩ ઓક્ટોબરે ફરી મહત્તમ તાપમાન ૩૬.૫થી ૩૯ ડિગ્રી વચ્ચે રહેવાની શકયતા : પヘમિ-ઉત્તરપヘમિના પવનો ૨૫ કિ.મી.ની ઝડપે ફૂંકાશે : અશોકભાઈ પટેલ

રાજકોટ : સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ચોમાસાની વિદાય બાદ ફરી એક વખત ગરમીનો મારો શરૂ થવાના એંધાણો જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શકયતા વચ્ચે ૭-૮ ઓક્ટોબર દરમિયાન ગરમીમાં વધુ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ, આ દિવસોમાં મહત્તમ તાપમાનમાં આશરે ૧થી ૧.૫ ડિગ્રીનો વધારો થઈ શકે છે અને મોટાભાગના વિસ્તારોમાં પારો ૩૬થી ૩૮.૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે.
હાલની સ્થિતિની વાત કરીએ તો ૫ ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧ ડિગ્રી નીચુંથી ૧.૫ ડિગ્રી વધુ નોંધાયું હતું. રાજકોટમાં ૩૭.૬ ડિગ્રી સાથે સામાન્ય કરતાં ૧.૭ ડિગ્રી વધુ તાપમાન નોંધાતા શહેરમાં ગરમીનો અનુભવ વધ્યો હતો. અમદાવાદમાં ૩૬.૫ ડિગ્રી, અમરેલીમાં ૩૫.૯ ડિગ્રી અને વડોદરામાં ૩૬.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ભુજમાં ૩૪.૪ ડિગ્રી અને ડીસામાં ૩૫.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલના જણાવ્યા ્પ્રમાણે ૬થી ૧૩ ઓક્ટોબરના આગાહી સમયગાળા દરમિયાન રાજ્યમાં તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ખાસ કરીને ૭ અને ૮ ઓક્ટોબરે તાપમાનમાં વધારો થયા બાદ થોડા સમય માટે ગરમીનો માહોલ યથાવત રહેવાની શકયતા છે. ત્યારબાદ ૧૨-૧૩ ઓક્ટોબર દરમિયાન ફરી એક વખત ગરમ ગાળો જોવા મળી શકે છે. આ દિવસોમાં ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૬.૫થી ૩૯ ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં હાલ વરસાદી માહોલની શકયતા ઓછી હોવાથી દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ સાથે ગરમીનો અનુભવ વધુ થઈ શકે છે. બપોરના સમયે ખાસ કરીને ખુલ્લા વિસ્તારોમાં ગરમી અને ઉકળાટની અસર વર્તાઈ શકે છે. બીજી તરફ પવનની સ્થિતિમાં પヘમિથી ઉત્તરપヘમિ દિશાના પવનોનું પ્રભુત્વ રહેવાની શકયતા છે.
આગાહી મુજબ પવનની સામાન્ય ઝડપ ૧૦થી ૧૫ કિ.મી. પ્રતિ કલાકની આસપાસ રહેવાની શકયતા છે, જ્યારે કેટલાક સમયે પવનના ઝટકા ૧૫થી ૨૫ કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પવનના કારણે કેટલીક જગ્યાએ ગરમીની તીવ્રતામાં થોડી રાહત અનુભવાઈ શકે છે, પરંતુ મહત્તમ તાપમાન ઊંચું રહેતાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ યથાવત રહેવાની શકયતા છે.
આમ, નવરાત્રીના માહોલ વચ્ચે આગામી સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ફરીથી ગરમીનું પ્રમાણ વધવાના સંકેતો મળી રહ્યા છે. ખાસ કરીને ૭-૮ અને ત્યારબાદ ૧૨-૧૩ ઓક્ટોબર દરમિયાન તાપમાન ઊંચું રહેવાની આગાહીને પગલે દિવસ દરમિયાન ગરમીથી રાહત નહીં મળે તેવું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
