તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Saturday, 21st November 2026
સુરત RTOમાં નવી WA સિરીઝ શરૂ થતાં પસંદગીના નંબરો માટે ભારે ઉત્સાહ: VIP નંબરની હરાજીથી 76 લાખની આવક
ટોપ-10 નંબરોની હરાજીથી જ 32 લાખથી વધુની આવક: 999 નંબર 10.32 લાખમાં, 111 નંબર 6.59 લાખમાં અને 0001 નંબર 5.12 લાખ રૂપિયામાં વેચાયો

સુરત RTOમાં નવી WA સિરીઝ શરૂ થતાં જ પસંદગીના નંબરો માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો.ઓનલાઈન હરાજીમાં કુલ 434 લોકોએ ભાગ લીધો હતો અને RTOને 76 લાખથી વધુની આવક થઈ હતી ટોપ-10 નંબરોની હરાજીથી જ 32 લાખથી વધુની આવક થઈ હતી 999 નંબર 10.32 લાખમાં, 111 નંબર 6.59 લાખમાં અને 0001 નંબર 5.12 લાખ રૂપિયામાં વેચાયો હતો ઓનલાઈન ઓક્શન દ્વારા બોલી લગાવીને વાહનચાલકોએ મનપસંદ નંબર મેળવ્યા હતા BMW અને Jaguar સહિતની લક્ઝરી કાર માટે પણ VIP નંબરો લેવામાં આવ્યા હતા સુરતીલાલાઓમાં પસંદગીના અને VIP નંબરોનો ક્રેઝ ફરી એકવાર જોવા મળ્યો હતો
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
