<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

હિંમતનગર અને પ્રાંતિજ વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો

કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા: વરસાદના કારણે ડાંગર પકવતા ખેડૂતોમાં રાહતની લાગણી

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને પ્રાંતિજ વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક વરસાદી માહોલ જામતા કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસાદના કારણે ડાંગર પકવતા ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદની ચિંતા વચ્ચે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હિંમતનગર અને પ્રાંતિજના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતી માટે પાણી મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે લોકો પણ સાવચેત બન્યા હતા 

(9:24 PM IST)