News of Tuesday, 7th July 2026
અંબાજીમાં માત્ર અડધા કલાકના ભારે વરસાદે અંબાજી-ખેડબ્રહ્મા મુખ્ય માર્ગ પાણીમાં સમાઈ ગયો
મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો અને યાત્રિકો તેમજ સ્થાનિકોના વાહનો પાણીમાં ફસાયા

અંબાજીમાં માત્ર અડધા કલાકના ભારે વરસાદે અંબાજી-ખેડબ્રહ્મા મુખ્ય માર્ગ પાણીમાં સમાઈ ગયો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે માર્ગો પર નદી જેવાં દૃશ્યો સર્જાયા હતા. મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો અને યાત્રિકો તેમજ સ્થાનિકોના વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. પ્રથમ જ ભારે વરસાદમાં પાણી ભરાતા પ્રિમોન્સૂન આયોજન અને ડ્રેનેજ વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે. વર્ષોથી આવી જ સ્થિતિ સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
