<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

બનાસકાંઠાના થરાદમાં 4.5 ઇંચથી વધુ ભારે વરસાદ ખાબકતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ

વરસાદી પાણી અનેક વિસ્તારો અને લોકોના ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિકો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા

બનાસકાંઠાના થરાદમાં 4.5 ઇંચથી વધુ ભારે વરસાદ ખાબકતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી અનેક વિસ્તારો અને લોકોના ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિકો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે અને તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પાણી ભરાવાના કારણે હાઇવેની એકતરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવો પડ્યો છે, જ્યારે સ્થિતિ ગંભીર બનતાં અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

(11:57 PM IST)