News of Tuesday, 2nd June 2026
વાવ-થરાદ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ : હાઈવે પર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી
લાખણી, દિયોદર, થરાદ સહિતના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

વાવ-થરાદ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. લાખણી, દિયોદર, થરાદ સહિતના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે પવનના કારણે ડીસા-થરાદ હાઈવે તેમજ દિયોદર-જેતડા હાઈવે પર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.
બીજી તરફ લાખણીના ભીમાજી ગોળિયા નજીક હાઈવે જળમગ્ન બની જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ અને પવનના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ સાથે જ માર્ગ વ્યવસ્થા અને સલામતી અંગે ચિંતાઓ પણ ઊભી થઈ છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
