News of Thursday, 17th September 2026
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ધોધમાર વરસાદ : રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં
જમાલપુર અને જગન્નાથ મંદિર નજીકના વિસ્તારમાં વરસાદ:પકવાન ચાર રસ્તા અને એસ.જી. હાઈવે પર પણ વરસાદ :જોધપુર અને બોપલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ

અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના જમાલપુર વિસ્તારમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી જોવા મળ્યું હતું. જગન્નાથ મંદિર નજીકના વિસ્તારમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત પકવાન ચાર રસ્તા અને એસ.જી. હાઈવે પર પણ વરસાદ નોંધાયો હતો. શહેરના જોધપુર અને બોપલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અચાનક વરસાદથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં રસ્તાઓ ભીના થતાં ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા શહેરીજનોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
