<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર: જાહેર માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા :લોકોને ભારે હાલાકી

અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો

વડોદરા જિલ્લાના પાદરા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

પરંતુ, આ ધોધમાર વરસાદના પગલે પાદરાના અનેક જાહેર માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. મુખ્ય રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવનજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પહેલા જ સારા વરસાદમાં માર્ગો પર પાણી ભરાઈ જતાં સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અને લોકોને મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

(9:51 PM IST)