News of Monday, 27th July 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાતા ર૪ કલાકમાં ભારે વરસાદની આગાહી ૪ જિલ્લામાં રેડ એલર્ટ
બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર ઓડિશા-પヘમિ બંગાળના દરિયાકાંઠા નજીક સજાયેલ ડિપ્રેશન આજે વધુ મજબૂત બની ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ઉત્તર ઓડિશા અને પヘમિ બંગાળના દરિયાકાંઠા વચ્ચે લેન્ડ ફોલ કરે તેવી શકયતા : જેના પ્રભાવથી પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતાવધવાની શકયતાઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ૧ ઓગસ્ટસુધી સાર્વત્રિક વરસાદ રહેશે

રાજકોટઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ભારતીય હવામાન વિભાગની સત્તાવાર માહિતી મુજબ, બંગાળની ખાડીના ઉત્તર-પヘમિ અને ઉત્તર ઓડિશા-પヘમિ બંગાળના દરિયાકાંઠા નજીક સર્જાયેલું ડિપ્રેશન આજે વધુ મજબૂત બની ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. આ સિસ્ટમ્સ આજે બપોર દરમિયાન ઉત્તર ઓડિશા અને પヘમિ બંગાળના દરિયાકાંઠા વચ્ચે લેન્ડફોલ કરે તેવી શકયતા છે, જેના પ્રભાવથી પヘમિ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની શકયતા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં પહેલી ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદ રહેશે. આજે બનાસકાંઠા, કચ્છ, મોરબી અને પાટણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન, ગાજવીજ અને ભારે વરસાદની શકયતા છે. રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરાયું છે, જેમાં ૪૦ થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવા અને મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
ખાસ કરીને ગુજરાત માટે આજે વાવ, થરાદ, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ નદી-નાળાઓમાં પાણીના સ્તરમાં વધારો થવાની શકયતા હોવાથી સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા, વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં ન રહેવા તેમજ ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં આગામી ૨૪ કલાક વરસાદનું જોર જોવા મળવાની આગાહી કરી છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાંની સંભાવના છે. ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા તેમણે જણાવ્યું છે કે ૧૭ ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રનું પાણી કળષિ પાકો માટે ફાયદાકારક રહેશે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે ૩ ઓગસ્ટ પછી પડનારો વરસાદ ખેતી માટે બહુ સાનુકૂળ નથી. કારણ કે આ વરસાદથી જમીનમાંથી ભેજ જતો નથી જેથી તેમાં કરેલું વાવેતર સારું થતું નથી. ખેડૂતોને વાવણી કાર્ય માટે આ પરિબળોને ધ્યાનમાં રાખીને આગળ વધવાની સલાહ આપવામાં આવી છે
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
