<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં ધોધમાર વરસાદ : ખેડ-તસીયા રોડ પર મોટું ગાબડું પડ્યું

હાથમતી પુલ, ટાવરચોક, નવી પાલિકા અને સેવા સદન વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. અનેક નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. હિંમતનગરના ખેડ-તસીયા રોડ પર ભૂવો પડતાં કેટલાક વાહનો ફસાઈ ગયા હતા. ઉપરાંત હાથમતી પુલ, ટાવરચોક, નવી પાલિકા અને સેવા સદન વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

(6:54 PM IST)