<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

વલસાડમાં ભારે વરસાદથી જળબંબાકાર: હાલરના મહાદેવનગર અને માધવ પાર્ક સહિત અનેક સોસાયટીઓમાં ભરાયા ઘૂંટણસમા પાણી

સોસાયટીઓના મુખ્ય માર્ગો અને ઘરોના આંગણા સુધી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા

વલસાડ શહેરમાં મેઘરાજાના અવિરત પ્રકોપના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા રહેણાંક વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે. ખાસ કરીને વલસાડના હાલર ખાતે આવેલા મહાદેવ નગરમાં પૂરના પાણી ફરી વળ્યા છે. મહાદેવ નગરમાં આવેલા માધવ પાર્ક મિશન કોલોની તેમજ તેની આસપાસની અન્ય સોસાયટીઓ અને કોલોનીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. સોસાયટીઓના મુખ્ય માર્ગો અને ઘરોના આંગણા સુધી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે અને તેમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

(1:42 PM IST)