<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર : રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના

ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે 

 હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી 30 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની અને સાંજ કે રાત્રે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

(11:36 PM IST)