તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 5th November 2026
વડોદરાના અતિ-વ્યસ્ત અકોટા બ્રિજ પરથી રિક્ષામાં બેસીને પસાર થઈ રહેલી એક અસહાય અને નિર્દોષ મહિલા મુસાફરના ગળા પર કાળમુખા લૂંટારુઓએ અચાનક જ ધધકતું ચાકૂ મૂકીને મોતનો ડર બતાવી સોનાના દાગીના અને રોકડ રકમની મસમોટી લૂંટ ચલાવતા લોકોમાં ભયનો માહોલ
ચાલુ વાહને અકોટા બ્રિજ પર સરેઆમ ચાકૂની અણીએ આચરવામાં આવેલા આ રક્તરંજિત ખેલથી મહિલાના હોશ ઉડી ગયા:ધોળા દિવસે બનેલી આ ખૌફનાક ઘટનાથી નાગરિકોના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરા શહેરના હાર્દસમા અને સતત વાહનોથી ધમધમતા અકોટા બ્રિજ પરથી કાળજું ચીરી નાખે તેવી અને રૂવાડાં ઊભા કરી દે તેવી એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી ગુનાખોરીની ઘટના સામે આવી છે! પ્રાપ્ત માહિતી મુજબ, એક મહિલા મુસાફર પોતાના કામ અર્થે રિક્ષામાં બેસીને અકોટા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી.
પાદરા ખાતે રહેતા નીતાબા ગોહિલ (૫૨) ગત્ ૨ જાન્યુઆરીએ રાત્રે ૮ વાગ્યે આજવારોડ પરથી દવા લઈ રિક્ષામાં અક્ષરચોક ખાતે રહેતા જમાઈના ઘરે જઈ રહ્યા હતાં. રિક્ષાચાલકે અકોટાબ્રિજ ખાતે રિક્ષા ખોટકાઈ હોવાનું બહાનું કરી રિક્ષાને રસ્તાની સાઈડમાં ઊભી રાખી નીતાબાના ગળા પર ચાકૂ રાખી થેલીમાંથી રોકડા રૃા.૫ હજાર તથા મોબાઈલફોનની લૂંટ ચલાવતા ફરિયાદના આધારે રાવપુરા પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો હતો.
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને યમુનામિલ નજીક એક શંકાસ્પદ રિક્ષા રોકી તેમાં બેઠેલા ગોવિંદ બચુભાઈ નટ (૧૯)(રહે. નારોલ ચોકડી ઓવરબ્રિજ નીચે, અમદાવાદ)ની તપાસ કરતા તેની પાસેથી રૃા.૯૦૦ રોકડા અને સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ ત્રણ દિવસ પહેલાં સમા-હરણી લિંક રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટ પાસેથી રિક્ષાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ રિક્ષા શટલ તરીકે ચલાવી મુસાફરોને લૂંટવાના ઇરાદે તે વડોદરા આવ્યો હતો.
આરોપીએ ગત્ ૨ નવેમ્બરની રાત્રે સિનિયર સિટિઝન મહિલાને ચાકૂ બતાવી રૃા.૫ હજાર અને મોબાઇલ ફોન લૂંટયાની કબૂલાત પણ કરી છે. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન, રૃા.૯૦૦ રોકડા અને રૃા.૨ લાખની કિંમતની ઓટોરિક્ષા મળી કુલ રૃા.૨,૦૫,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી હરણીના વાહનચોરી અને રાવપુરાના લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
